ધ રાજકોટ ન્યૂઝ 

    રાજકોટવાસીઓ માટે આ નામ નવું હશે. સમાચાર ના  અગણિતમાધ્યમો તમારી પાસે છે પરંતુ ધ રાજકોટ ન્યૂઝ ની ટીમ તમારા સમક્ષ જે સમાચાર રજૂ કરશે તેમાં ગાડળીયો પ્રવાહ જોવા નહિ મળે. ખરાઈ કર્યા વગરના ઉતાવળિયા ન્યૂઝ, ન્યૂઝ નહિ કચરો છે જે અમે નહીં ઠાલવીયે. એવા ઘણા મહત્વના સમાચારો હોય છે જેને યોગ્ય સ્થાન મળતું નથી અથવા અપાતું નથી. સમાચારોના અખૂટ પ્રવાહમાં કેટલાક નાના પરંતુ મહત્વના છૂટી જાય છે. જેથી તમારા સુધી માહિતી પહોંચતી નથી જેને ધ રાજકોટ ન્યૂઝ અચૂક સ્થાન આપશે. અહીં મુખ્ય વાત હશે રાજકોટ અને રાજકોટવાસીઓને સ્પર્શતી, સચોટ, સાચી અને ખરાઈ સાથેની.

    આજે ઓનલાઇન સમાચારનો એક સશક્ત વિકલ્પ લોકોને મળ્યો છે પરંતુ તેની વિશ્વસનીયતા હજુ સ્થાપિત થઇ શકી નથી. સ્વતંત્ર પત્રકારત્વ એટલે 'બેલગામ' એવું જરાપણ માની ના શકાય. વધુ જવાબદારી સાથે, નિયમ-કાયદાને આધિન, તટસ્થ તથા સત્યને વરેલું અને ખાસ, જેના પર ભરોસો કરી શકાય એવું પ્લેટફોર્મ આપવા અમે પ્રયાસ કર્યો છે.


 - ધ રાજકોટ ન્યૂઝ