Rajkot : ગંગાસ્વરૂપ બહેનોને મહિને ₹ 1250 ની સહાય

*ગંગાસ્વરૂપ બહેનોને આર્થિક રીતે પગભર બનાવવા રાજ્ય સરકારની આગવી કામગીરી*

*રાજકોટમાં ૪૯૦૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૬ કરોડથી વધારે સહાય ચૂકવાઇ*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*રાજકોટ : રાજયસરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ‘‘આત્મનિર્ભર ભારત’’ના  સ્વપ્નને  સાકાર કરવા અંગેની વિવિધ યોજનાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપ બહેનો માટે રાજ્યસરકાર અનેક કાર્યો કરી રહી છે. 

વર્ષ ૨૦૨૦ માં રાજ્યસરકારના માર્ગદર્શન હેઠળ ગંગાસ્વરૂપ બહેનોને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘વિધવા સહાય યોજના રાજ્ય ’સરકાર દ્વારા શરૂ કરવામાં આવી. જેમાં ગંગાસ્વરૂપ બહેનોને રાજ્યસરકાર દ્વારા દર મહિને રૂ. ૧૨૫૦ ની ચુકવણી કરવામાં આવે છે.જે સીધા તેમનાં રાષ્ટ્રિયકૃત બેન્ક અથવા પોસ્ટ ઓફિસનાં ખાતામાં જમા કરવામાં આવે છે. 

આ કામગીરીના ભાગરૂપે રાજકોટમાં માર્ચ મહિનાના અંત સુધી કુલ ૪૯,૪૫૩ લાભાર્થીઓને સહાય આ સહાય કુલ રૂ. ૬,૪૧,૧૫,૦૦૦નાં ખર્ચે આપવામાં આવી હતી. રાજ્યસરકારની આ યોજનામાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરિવારની વાર્ષિક આવક કુલ રૂ.૧,૨૦,૦૦૦ થી ઓછી અને શહેરમાં રહેતા પરિવારની વાર્ષિક આવક કુલ રૂ. ૧,૫૦,૦૦૦ થી ઓછી હોવી જોઈએ. આ માપદંડમાં આવતી મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

  આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતી મહિલાઓએ જિલ્લા સેવા સદન-3 ખાતે કાર્યરત મહિલા અને બાળવિકાસ વિભાગની કચેરી પર જઈ આવકનો દાખલો, આધારકાર્ડ, પુન: વિવાહ ન કર્યાનો પુરાવો પુરાવો, રહેઠાણનો દાખલો, પતિના અવસાનનું સર્ટીફિકેટ વગેરે જેવા પુરાવા સાથે જોડવાના રહેશે. તેમ મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલની યાદીમાં જણાવાયું છે.

                                        *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*