'સખી' : મહિલાઓની ખરી સખી, સુરક્ષા સહાય

*મહિલાઓની તમામ પ્રકારની સુરક્ષા માટેનું એક માત્ર પ્લેટફોર્મ : ‘સખી’  વન સ્ટોપ સેન્ટર યોજના*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*રાજકોટમાં ગત વર્ષે મહિલાઓની સમસ્યાને લગતા*

*આશરે ૧૯૦૦ થી વધુ કેસોનું નિવારણ*

*રાજકોટ :  ‘સખી’  વન સ્ટોપ સેન્ટર યોજના મહિલાઓની સલામતી માટે એક એવું પ્લેટફોર્મ છે, કે જયાં રાજયસરકાર કિશોરીઓથી લઈને કોઈ પણ ઉંમરની મહિલાઓને ભયજનક સ્થિતિમાંથી બહાર લાવી સુરક્ષિત સ્થળે જવા વાહન વ્યવહારની સુવિધાથી લઈને હિંસાગ્રસ્ત મહિલાઓના રક્ષણ માટે ૧૮૧ મહિલા અભિયમ હેલ્પલાઈન નંબર , જાતિય શોષણ સામે રક્ષણ, જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને રક્ષણ ) જરૂર જણાયે પીડીતાઓને કાઉન્સેલીંગની સુવિધા, પોલિસ સહાય, કાયદાકીય માર્ગદર્શન, તબીબી સહાય, મહિલાઓને હંગામી ધોરણે આશ્રય જેવી વિવિધ સહાયો જિલ્લા મહિલા અને બાળ અધિકારી વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવે છે.

રાજકોટમાં ગત વર્ષે મહિલાઓની સમસ્યાને લગતા કુલ ૧૯૬૯ કેસ વિવિધ ગુનાઓ હેઠળ નોંધાયા હતા,અને તમામ કેસોનું નિવારણ સંબંધિત વિભાગ દ્વારા કરી આપવામાં આવ્યું હતું. તેમ જિલ્લા મહિલા અને બાળ વિભાગનાં અધિકારી જનકસિંહ ગોહેલની યાદીમાં જણાવાયું છે.

                             *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*