રાજકોટમાં 22 જાન્યુઆરીએ GPSC પરીક્ષા

*રાજકોટમાં ૨૨ જાન્યુઆરીએ ઈજનેરી સેવા (સિવિલ) વર્ગ ૧-૨ની પરીક્ષા ૧૯ કેન્દ્રો પર લેવાશે*

*આ પરીક્ષા માટે ૪૩૯૩ ઉમેદવારો નોંધાયાઃ તકેદારી અધિકારી નિયુક્ત કરાયા*


*રાજકોટ : ગુજરાત જાહેર સેવા આયોગ (જી.પી.એસ.સી.) દ્વારા આગામી ૨૨મી જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) વર્ગ ૧-૨ની પરીક્ષા યોજાનાર છે. રાજકોટમાં આ પરીક્ષા ૧૯ કેન્દ્રો પર લેવાનાર છે. જેના માટે ૪૨૯૩ ઉમેદવારો નોંધાયા છે.

આ પરીક્ષા માટે વિવિધ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં દરેક પરીક્ષા કેન્દ્ર પર વર્ગ-૨ કક્ષાના અધિકારીની આયોગના પ્રતિનિધિ તથા તકેદારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

તા. ૨૨મી જાન્યુઆરીના રોજ પેપર-૧ સામાન્ય અભ્યાસનું રહેશે. જેનો સમય સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ સુધીનો રહેશે. જ્યારે પેપર-૨ એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડનું રહેશે. જેનો સમય બપોરે ૩.૦૦ થી ૬.૦૦નો રહેશે.

************