રાજકોટના નવા એરપોર્ટ ખાતે ટ્રાયલ લેન્ડિંગ

*હીરાસર એરપોર્ટ ખાતે ફ્લાઈટ કેલિબ્રેશનની કામગીરી તા. ૪ અને ૫ માર્ચના રોજ

( તસવીર : રાજ્ય સરકાર દ્વારા જાહેર )

*

કલેકટર અરુણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર, હીરાસર એરપોર્ટ ખાતે ફ્લાઇટ કેલિબ્રેશનની કામગીરી તા. ૪ અને ૫ માર્ચના રોજ યોજાશે. એરપોર્ટ ખાતે ટ્રાયલ લેન્ડિંગના ભાગરૂપે રાજકોટ એરપોર્ટથી સવારે ૦૯.૦૦ કલાકે ફ્લાઈટ ટેક ઓફ કરશે અને હીરાસર એરપોર્ટ ખાતે સવારે ૦૯.૧૦ કલાકે લેન્ડિંગ કરશે. આ ટેસ્ટીંગ તા. ૪ અને ૫ માર્ચ સમગ્ર દિવસ દરમિયાન ચાલનાર છે.