ડોક્ટરોની જહેમતથી 12 દિવસના નવજાતને નવજીવન

લાખો રૂપિયાના ખર્ચે થતું હૃદયનું ઓપરેશન વિનામૂલ્ય થયું, પરિવારજનો ભાવવિભોર

*

રાજકોટ : બગસરાના 12 દિવસના બાળકને ડોક્ટરોના પ્રયાસથી નવજીવન મળ્યું છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બગસરાના રીંકલબેન મોહિતભાઈ ને ત્યાં તા.12/1/23 ના જન્મેલા દીકરાને હૃદયમાં તકલીફ હોવાનું નિદાન થયું હતું. નવજાતને સૌપ્રથમ બાળ રોગ નિષ્ણાત ને ત્યાં, પછી અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યું હતું.


 ડોક્ટરોની જહેમત રંગ લાવી અને અમદાવાદ ખાતે તા.3/2/23 ના રોજ બાળકના હૃદયની સર્જરી કરવામાં આવી હતી જે સફળ રહી. તારીખ 13 મી માર્ચ સુધી નવજાતને હોસ્પિટલ ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું. સામાન્ય રીતે આવું ઓપરેશન કરવા પાછળ 7 થી 8 લાખનો ખર્ચ થતો હોય છે  પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવ્યું છે.

 નવજાતને નવજીવન આપવા બદલ પરિવારજનોએ બગસરાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો. દેવમુરારી, ડો. ગૌરવ કાપડિયા, ડોક્ટર અલ્પાબેન બાંભણિયા, યુએન મહેતા હોસ્પિટલ ના ડોક્ટરો તથા સ્ટાફ, અમરેલી આરોગ્ય વિભાગના  બગડાભાઈ, શનિશ્વરાભાઈ, DEIC ના નરેન્દ્રભાઈ, અર્બન બગસરા ના પાયલબેન, અંકિતાબેન, ભાવનાબેન, આશાવર્કર, આંગણવાડી વિભાગ તથા આરોગ્ય વિભાગ બગસરાનો આભાર માન્યો હતો.