ઑસ્કાર 2023માં નાટુ નાટુ..એ વગાડ્યો ડંકો

મુંબઈ :

આરઆરઆરના ચાર્ટબસ્ટરે આખરે બેસ્ટ ઓરિજિનલ સૉંગનો ઑસ્કાર અવૉર્ડ જીતી સમગ્ર દેશને ખુશીના માર્યા થિરકતો કરી દીધો છે.

માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં જેણે ધૂમ મચાવી હતી એ નાટુ નાટુ ગીત રિલીઝ થયું એના ચોવીસ કલાકમાં જ 17 મિલિયન કરતા વધુ વાર જોવાયું. નાટુ નાટુ તેલુગુમાં સૌથી વધુ વાર જોવાયેલું ગીત બન્યું. યુ ટ્યુબ પર અત્યાર સુધીમાં 122 મિલિયનથી વધુ વાર જોવાયું છે.

*

ધ એલિફન્ટ વ્હિસપર્સને પણ મળ્યો બેસ્ટ શોર્ટ ડૉક્યુમેન્ટ્રીનો ઑસ્કાર


આરઆરઆરના ચાર્ટબસ્ટરે આખરે બેસ્ટ ઓરિજિનલ સૉંગનો ઑસ્કાર અવૉર્ડ જીતી સમગ્ર દેશને ખુશીના માર્યા થિરકતો કરી દીધો છે.

માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં જેણે ધૂમ મચાવી હતી એ નાટુ નાટુ ગીત રિલીઝ થયું એના ચોવીસ કલાકમાં જ 17 મિલિયન કરતા વધુ વાર જોવાયું. નાટુ નાટુ તેલુગુમાં સૌથી વધુ વાર જોવાયેલું ગીત બન્યું. યુ ટ્યુબ પર અત્યાર સુધીમાં 122 મિલિયનથી વધુ વાર જોવાયું છે.

તેલુગુમાં નાટુ નાટુનો અર્થ થાય છે ડાન્સ. એટલે આ ગીતનો અર્થ ડાન્સ ડાન્સ કે નૃત્ય નૃત્ય કરી શકાય. રામ ચરણ અને જુનિયર એનટીઆર પર ફિલ્માવાયેલું આ ગીત ભારતના બે ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ અને એ સમયના શાસક અંગ્રેજો વચ્ચેના નૃત્ય યુદ્ધને દર્શાવે છે.

ગીતનું ફિલ્માંકન યુક્રેન ખાતે કરવામાં આવ્યું હતું. હકીકતમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શર થયું એના થોડા સમય પહેલાં, ઓગસ્ટ 2021ના યુક્રેનના રાષ્ટ્રપતિના અધિકૃત નિવાસસ્થાન કીવ સ્થિત મરિંસ્કી પેલેસની બહાર શૂટ કરવામાં આવ્યું હતું.

ઑસ્કારમાં ભારતને બીજીવાર બેસ્ટ ઓરિજિનલ સૉંગનો અવૉર્ડ મળ્યો છે. આ અગાઉ 2009માં એ. આર. રહેમાનના ડાન્સ ટ્રેક જય હો (2008માં રિલીઝ થયેલી સ્લમડૉગ મિલિયનેર) આ અવૉર્ડ મેળવનાર પહેલું ગીત હતું.

આ અગાઉ નાટુ નાટુ ગીત જાન્યુઆરીમાં બેસ્ટ ઓરિજિનલ સૉંગનો ગોલ્ડન ગ્લોબ અને ક્રિટિક્સ અવૉર્ડ પણ જીતી ચુક્યું છે.


ધ એલિફન્ટ વ્હિસ્પર્સને પણ મળ્યો ઑસ્કાર અવૉર્ડ


ભારત માટે આજનો દિવસ ઘણો શુકનવંતો રહ્યો. નિર્માતા ગુનીત મોંગાની ડૉક્યુમેન્ટ્રી ધ એલિફન્ટ વ્હિસપર્સને પણ ઑસ્કાર અવૉર્ડ મળ્યો છે.

ધ એલિફન્ટ વ્હિસપર્સ નેટફ્લિસ્ક ડૉક્યુમેન્ટ્રી છે. જેનું દિગ્દર્શન કાર્તિકી ગોન્સાલ્વિસે કર્યુ છે જ્યારે નિર્માત્રી છે ગુનીત મોંગા. એની વાર્તાના કેન્દ્રમાં છે તરછોડી દીધેલો એક હાથી અને એની દેખભાળ કરી રહેલાઓ વચ્ચેના અતૂટ બંધનની. આ ટૂંકી ફિલ્મની વાર્તા ઘણી રોચક છે. દક્ષિણ ભારતીય યુગલ બોમ્મન અને બેલી રઘુ નામના એક અનાથ મદનિયાની છે. યુગલ મદનિયાની દેખભાળ માટે તેમનું જીવન સમર્પિત કરે છે. તેમના ત્રણ જણનો એક પરિવાર બને છે.

*

અને આ વરસના ઑસ્કાર અવૉર્ડના વિજેતાઓ છે…

 13 માર્ચે લૉસ એન્જલિસના ડૉલ્બી થિયેટર ખાતે 95મા ઑસ્કાર અવૉર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યુ હતું. હૉલિવુડના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણાતા ઑસ્કાર અવૉર્ડ કોણ હાસલ કરે છે એના પર સમગ્ર દુનિયાની નજર હોય છે.

અવૉર્ડ નાઇટમાં સૌથી પહેલો પુરસ્કાર પિનાચિયો ફિલ્મને ફાળે ગયો હતો. પિનાચિયોને શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મની કેટેગરીમાં આ અવૉરડ એનાયત કરાયો હતો.


શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ

ગિલેર્મો ડેલ ટોરોની ‘પિનોચિઓ’


સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી

જેમી લી કર્ટિસ, ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’


સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા

કે હુએ ક્વાન, ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’


શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ

ડેનિયલ રોહર, ઓડેસા રાય, ડિયાન બેકર, મેલાની મિલર અને શેન બોરિસની ‘નવલ્ની’


શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ

ટોમ બર્કલે અને રોસ વ્હાઇટની ‘એન આઇરિશ ગુડબાય’


શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી

જેમ્સ ફ્રેન્ડ, ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’


શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલ

જુડી ચિન અને એનીમેરી બ્રેડલી, ‘ધ વ્હેલ’ માટે એડ્રિયન મોરોટ


શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન

રૂથ કાર્ટર, ‘બ્લેક પેન્થરઃ વાકાંડા ફોરએવર’


શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ

‘ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ’


શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ

‘ઓલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ – જર્મની


શ્રેષ્ઠ ડૉક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ

કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાની ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’


શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન

‘ઓલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’


શ્રેષ્ઠ સંગીત (મૂળ સ્કોર)

‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ માટે વોલ્કર બર્ટેલમેન


શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ

‘અવતારઃ ધ વે ઑફ વોટર’


શ્રેષ્ઠ લેખન (ઓરિજિનલ સ્ક્રીનપ્લે)

‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ – ડેનિયલ કવાન અને ડેનિયલ શીનર્ટ


શ્રેષ્ઠ લેખન (એડેપ્ટેડ સ્ક્રીનપ્લે)

‘વુમન ટોકિંગ’ – સારાહ પોલી


શ્રેષ્ઠ સંગીત (મૂળ ગીત)

RRR નું ‘નાટુ નાટુ’: સંગીત એમ.એમ. કીરાવાણી; ગીત ચંદ્રબોઝ


શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ

‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ – પોલ રોજર્સ


શ્રેષ્ઠ દિગ્દર્શન

‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ માટે ડેનિયલ કવાન અને ડેનિયલ સ્કીનર્ટ


મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા

‘ધ વ્હેલ’માં બ્રેન્ડન ફ્રેઝર


•ફિલ્મી એકશન