કાર્યકાળના 2 વર્ષ : રાજકોટ મેયર પ્રદીપ ડવે ગણાવી સિદ્ધિઓ

મેયર ડૉ.પ્રદિપ ડવના મેયર તરીકેના કાર્યકાળ દરમ્યાન તા.૧૨/૦૩/૨૦૨૧ થી બે વર્ષ સુધીની થયેલ કામગીરીની વિગત

*

રાજકોટના મેયર ડૉ.પ્રદિપ ડવના મેયર તરીકેના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા છે, એ અવસરે મેયર ડૉ.પ્રદિપ ડવે રાજકોટ શહેરને વિકાસપથ પર દોડતું રાખવામાં અવિરત સહયોગ પ્રદાન કરનાર પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળની સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. સાથો સાથ હાલ પ્રગતિમાં રહેલા તેમજ આગામી દિવસોમાં હાથ ધરવાના થતા વિકાસલક્ષી પ્રોજેક્ટસ સમયસર આગળ ધપતા રહે તે માટે પ્રતિબધ્ધતા પણ દર્શાવી હતી. ગત એક સાલમાં રાજકોટના કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સના લોકાર્પણ થયા અને રાજકોટવાસીઓને નવી સુવિધાઓ ઉપલબ્ધ બની તેમજ તેઓની સુખાકારીમાં થયેલ વૃદ્ધિ બદલ મેયર એ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

મેયર ડૉ.પ્રદિપ ડવે ગત વર્ષના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘લાઈટ હાઉસ’ માટે સમગ્ર દેશમાં કુલ માત્ર છ શહેરોની પસંદગી થઈ હતી. તેમાં, સમાવિષ્ટ રાજકોટ શહેરમાં ‘લાઈટ હાઉસ પ્રોજેક્ટ’નું કાર્ય પૂર્ણ થતા પ્રધાનમંત્રી ના વરદ હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું. રૈયા સ્માર્ટ સિટી જેવા પોશ એરિયામાં ગરીબ વર્ગના લોકોને માત્ર રૂ.૩.૪૦ લાખ જેવા નજીવા ખર્ચે સુંદર ફ્લેટ પ્રાપ્ત થતા તેઓના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું એ સૌથી સંતોષકારક બાબત છે.

રાજકોટની હદ અને વસ્તીમાં થઈ રહેલા વધારાને કારણે સ્વાભાવિક રીતે વાહનોની સંખ્યામાં પણ ઉતરોતર વધારો થતો રહે છે. આવી સ્થિતિમાં સરળ અને ઝડપી પરિવહન માટે શહેરમાં મહત્વપૂર્ણ એવા રસ્તાઓ-ટ્રાફિક જંકશન ખાતે ઓવરબ્રિજ/અન્ડરબ્રિજના પ્રોજેક્ટ ક્રમશ: આગળ ધપાવવામાં આવી રહ્યા છે. આ આયોજન અંતર્ગત સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી-આર્મ ફ્લાયઓવરબ્રિજ, નાનામવા ચોક ૧૫૦ ફૂટ રીંગ રોડ અને રામદેવપીર ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નિર્માણ પામેલા ફ્લાયઓવરબ્રિજના લોકાર્પણ પણ માન.પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવેલ.

આ ઉપરાંત થોડા દિવસો પહેલા જ કાલાવડ રોડ પર   જડુસ ચોક ખાતે   રૂ. ૨૮.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ફ્લાયઓવરબ્રિજનું લોકાર્પણ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં  કરાયું હતું.  

વિશેષમાં, હાલ કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક ખાતે ફ્લાયઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે, ટુંક સમયમાં જ પૂર્ણ થયેથી તેનું લોકાર્પણ કરવામાં આવશે. 

મેયરશ્રીએ વધુમાં વધુ ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જ ખાતે ફ્લાયઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ સામેલ કરવામાં આવેલ છે. તેમજ પી.ડી.એમ. કોલેજ સામેના રેલ્વે ફાટક ખાતે બ્રિજ તેમજ સાંઢિયા પુલ નવીનીકરણ પ્રોજેક્ટસ પણ સમાવિષ્ટ કરાયેલ છે. 

છેલ્લા એક વર્ષના અન્ય એક મહત્વના પ્રોજેક્ટ ‘રામ વન’ અર્બન ફોરેસ્ટનું પણ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજકોટવાસીઓને હરવા ફરવા માટેનું વધુ એક સુંદર અને હરિયાળું સ્થળ પ્રાપ્ત થતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. આ ઉપરાંત રાજકોટમાં સીટી બસ અને બી.આર.ટી.એસ.ના કાફ્લામાં ક્રમશ: ઇલેક્ટ્રિક બસ ઉમેરવામાં આવી રહી છે અને આ માટેનું ચાર્જિંગ સ્ટેશન પણ 80 ફુટ રોડ પર બનાવાયું છે, જેનું લોકાર્પણ પણ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે થયું હતું.

ગો ગ્રીન યોજના:- 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવતું. તેમજ શહેરમાં લોકોને વૃક્ષારોપણ માટે કોર્પોરેટરશ્રીઓના માધ્યમથી વિનામુલ્યે ટ્રી-ગાર્ડ પણ આપવામાં આવતા હતા. જેના અનુસંધાને શહેરમાં વૃક્ષારોપણ થતું પરંતુ નિયમિત જતન ન થવાથી સંતોષકારક પરિણામ મળતું નહિ. જેના અનુસંધાને મેયર ડૉ.પ્રદિપ ડવે છેલ્લા બે વર્ષથી ટ્રી-ગાર્ડ બનાવવાના બદલે સામાજીક એજન્સી મારફત ટ્રી-ગાર્ડ, ખાડા, વૃક્ષ અને ઉછેર સાથેની જવાબદારી નક્કી કરી વૃક્ષારોપણ કરવાનું આયોજન હાથ ધરેલ છે.

રાજકોટ શહેરમાં પાણી પૂરવઠા નેટવર્ક જરૂરિયાત મુજબ વધુ ને વધુ મજબૂત બનાવવા હાલ નીચે દર્શાવેલ વિવિધ પ્રોજેક્ટસ ગતિમાં છે.

રૂ.૪૨.૫૦ કરોડના ખર્ચે જેટકો ચોકડી ખાતે ૫૦ MLD ક્ષમતાનો વોટર ફિલ્ટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન અને ESR-GSR 

રૈયાધાર ખાતે રૂ.૨.૦૫ કરોડના ખર્ચે ૫૦ MLD ક્ષમતાનો વોટર ફિલ્ટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન અને ESR-GSR 

રૂ. ૪.૪૪ કરોડના ખર્ચે કાલાવડ રોડ ખાતે ESR


જુદા જુદા વિસ્તારોમાં તબક્કાવાર DI પાઇપલાઇનની કામગીરી

અન્ય પ્રોજેક્ટ્સ:‌-

૧. રૂ.૧૨૯ કરોડના ખર્ચે કે.કે.વી.ચોક ખાતે ઓવરબ્રિજ 

૨. રૂ.૧૩૬ કરોડના ખર્ચે અટલ સરોવર ડેવલપમેન્ટ 

૩. રૂ.૨૨.૩૪ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૨માં ઇન્ડોર સ્ટેડિયમ 

૪. રૂ.૧.૮૯ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૨માં નવો બગીચો 

૫. રૂ.૮.૩૭ કરોડના ખર્ચે વોર્ડ નં.૬માં અધ્યતન લાઇબ્રેરી

આવાસ યોજના :- 

તા. ૧૨/૦૩/૨૦૨૧ થી અત્યાર સુધીમાં રૂ. ૫૧૨.૩૧ કરોડના ખર્ચે EWS-1, EWS-2, LIG, MIG વગેરે મળી કુલ ૫,૭૩૪ આવાસની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

રૂ.૧૧૮.૮૯ કરોડના ખર્ચે ૧૧૪૪ આવાસો ગ્લોબલ હાઉસીંગ ચેલેન્જ અંતર્ગત બનાવવામાં આવેલ છે. 

રૂ.૨૭૯.૦૦ કરોડના ખર્ચે જુદી જુદી કેટેગરીના મળીને કુલ-૩૩૨૪ આવાસોની કામગીરી કાર્યરત છે. 

આગામી સમયમાં EWS-2 પ્રકારના ૧૦૧૦ આવાસો માટે ટેન્ડર પ્રક્રિયા ગતિમાં છે.

છેલ્લા બે વર્ષ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટસ/યોજના વગેરેની કામગીરીની આછેરી ઝલક અત્રે પ્રસ્તુત છે.  

તા.૦૭/૦૬/૨૦૨૧ રૂ.૨૩૨.૫૦ કરોડના વિવિધ વિકાસ કામોનું ઓનલાઈન લોકાર્પણ, ખાતમુહૂર્ત કાર્યકમ યોજાયેલ. 

તા.૦૧/૦૮/૨૦૨૧ ગુજરાત સરકારશ્રીના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત શ્રીમતી જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રા. શાળા નં.૧૯ના નવનિર્માણ પામેલ બિલ્ડીંગનું તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

તા.૦૨/૦૮/૨૦૨૧ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે મિયાવાંકી ફોરેસ્ટ અર્પણ કાર્યક્રમ યોજાયો. 

તા.૦૮/૧૦/૨૦૨૧, શુક્રવારના રોજ શ્રી પૃથ્વિરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.૪૮ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ, ઈલેક્ટ્રીક બસનો શુભારંભ, EWS-1 અને MIG-1 આવાસોનો ફાળવણી ડ્રો કાર્યક્રમ યોજાયો.

તા.૩૦/૧૦/૨૦૨૧ના રોજ વિધાનસભા ૬૮ વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫ અને ૧૬માં સાતમાં તબક્કાનો સેવાસેતુ તથા ૪૫ સ્થળોએ “દીનદયાળ ઔષધાલય”નો શુભારંભ કરાયો.

તા.૧૫/૧૧/૨૦૨૧ રૂ.૯.૪૦ કરોડના ખર્ચે જુદા જુદા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.

તા.૧૯/૧૧/૨૦૨૧ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજવામાં આવેલ.  

તા.૨૭/૧૧/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને હોકી રાજકોટ દ્વારા રાજ્યકક્ષા  જુનિયર હોકી સ્પર્ધા (ભાઈઓ) યોજાઇ. 

તા.૦૧/૧૨/૨૦૨૧ના રોજ વોર્ડ નં ૯ માં બનાવમાં આવેલ કોમ્યુનીટી હોલનું અભય ભારદ્વાજ કોમ્યુનીટી હોલનું નામકરણ અનાવરણ વિધિ કાર્યક્રમ યોજાયેલ. 

તા.૨૪/૦૧/૨૦૨૨ના રોજ રૂ. ૪૨.૩૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ  લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.   

તા.૨૪/૦૨/૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

તા.૧૬/૦૩/૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કવિ રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે  હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાયું. 

તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્પેરો ડે” અંતર્ગત વિનામુલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.  

તા.૦૬/૦૪/૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૭માં શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નં.૧૬ના નવનિર્માણ પામેલ બિલ્ડીંગનું તથા ફૂલબજારનું લોકાર્પણ કરવામાં આવેલ.

તા.૦૧/૦૫/૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કવિ રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે સપ્તરંગી સાંજનો રિયાલિટી મ્યુઝીકલ શો ઈન્ડીયન આઈડોલના સુપ્રસિદ્ધ સિંગરો પવનદિપ રાજન, અરૂનીતા કાનજી લાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી, સવાઈ ભાટનો કાર્યક્રમ યોજાયો.     

તા.૨૬/૦૫/૨૦૨૨ ગુરૂવારના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઇ. 

તા.૧૮/૦૬/૨૦૨૨, શનિવારના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ કુલ ૩૭૯૦ આવાસોનું લોકાર્પણ તથા ૧૦૪૨ આવાસોનો નંબર ફાળવણી ડ્રો ઉપરાંત બી.એલ.સી. હેઠળ નિર્માણ પામેલ આવાસોનો ગૃહપ્રવેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો. 

તા. ૦૫/૦૭/૨૦૨૨ થી ૧૩/૦૭/૨૦૨૨ સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ.

તા.૧૭/૦૮/૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ “રામ વન” - અર્બન ફોરેસ્ટ, ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, ૨૩ ઇલેક્ટ્રિક બસોનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. 

નેશનલ ગેમ્સ-૨૦૨૨ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમ્યાન “સ્પોર્ટ્સ કાર્નિવલ”માં વિવિધ ગેમ્સ અને એક્ટિવિટીઝ યોજાઈ.   

તા.૩૦/૦૯/૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૩૩૪.૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ જુદી જુદી કેટેગરીમાં ૩૫૨૬ આવાસો તથા રૂડા દ્વારા રૂ.૯૦.૭૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ૧૯૫૮ આવાસોનુ દેશના માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવેલ. 

તા.૧૭-૧૦-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “આયુષ્યમાન ભારત કાર્ડ” વિતરણ કાર્યક્રમ યોજાયો.       

તા.૨૨/૧૦/૨૦૨૨ શનિવારના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતશબાજી યોજવામાં આવેલ.

તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાયો.

તા.૦૪/૦૨/૨૦૨૩ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રૂ. ૨૮.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ જડુસ ચોક ખાતેનો ઓવરબ્રિજ તથા રૂ. ૪.૦૬ કરોડના ખર્ચે રૈયા ગામ ખાતે ઇલેક્ટ્રિક સ્મશાન રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ કામોનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહુર્ત તથા આવાસોના ડ્રોનો રાજ્યના કૃષિ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.

તા.૦૫/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૬:૪૫ કલાકે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ, જેમાં રાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા. 

તા.૨૫/૦૨/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે ૦૬:૩૦ ક્લાકે શ્રી શ્યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોષ ખાતે G20 સિટી વોક (મેરેથોન) કાર્યક્રમ યોજાયો.     

રાજકોટ મહાનગરપાલિકાને છેલ્લા બે વર્ષમાં પ્રાપ્ત થયેલ એવોર્ડ / સર્ટીફીકેટ

તા.૨૬-૦૬-૨૦૨૧ના રોજ ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF) અંતર્ગત રાજકોટએ 4 સ્ટાર મેળવ્યા.

તા.૨૦-૧૧-૨૦૨૧ના રોજ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧ અંતર્ગત સમગ્ર દેશમાંથી કુલ ૪૩૨૦ શહેરોમાંથી રાજકોટ શહેરનો ૧૧ મો ક્રમ: “Best Citizen Led Initiative” Categoryમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ સ્થાન: ગાર્બેજ ફ્રી સિટી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને થ્રી સ્ટાર સર્ટીફીકેટ મળેલ. 

તા.૨૦-૦૪-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના હાઉસીંગ પ્રોજેક્ટને “Eletes Innovation Project” કેટેગરીમાં એવોર્ડ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ.

તા.૨૮-૦૭-૨૦૨૨ના રોજ ભારતના સ્માર્ટ સિટી મિશન, ભારત સરકારશ્રી દ્વારા "ઇટ સ્માર્ટ સિટી ચેલેન્જ" યોજવામાં આવી હતી. જેમાં સ્માર્ટ સિટી અને સ્ટેટ કેપિટલ મળી કુલ ૧૦૮ શહેરો સામેલ થયા હતાં, જેમાંથી પસંદ કરવામાં આવેલા ૧૧ શહેરોમાં રાજકોટ પણ સામેલ છે. 

તા.૨૩-૦૫-૨૦૨૨ના રોજ One Planet City Challenge અંતર્ગત રાજકોટ શહેરને નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા-૨૦૨૨નો ખિતાબ પ્રાપ્ત થયેલ છે: આ પહેલા પણ ૨૦૧૬, ૨૦૧૮ અને ૨૦૨૦માં પણ ખિતાબ પ્રાપ્ત થયેલ. 

તા.૦૩-૧૦-૨૦૨૨ના રોજ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨માં રાજકોટ શહેરને ગુજરાતમાં ૨જો ક્રમાંક: ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમો ૭મો ક્રમાંક: રાજકોટ શહેરને “BEST SELF SUSTAINABLE CITY” નો નેશનલ અવોર્ડ પ્રાપ્ત થયો. 

તા.૦૯-૧૨-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સિસ્ટમને નેશનલ ઇ-ગવર્નન્સ એવોર્ડ પ્રાપ્ત થયો. 

તા.૨૯-૧૨-૨૦૨૨ના રોજ  ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત કુલ સાત આવાસ યોજનાઓને IGBC  દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત. 

તા.૨૬-૦૫-૨૦૨૨ના રોજ  રાજકોટ મહાનગરપાલિકાની ફાયર સર્વિસ ટીમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત.

તા.૨૯-૦૭-૨૦૨૧ના રોજ સ્માર્ટ સિટિઝ મિશન દ્વારા ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જ હેઠળ દેશના ૧૧૩ શહેરોમાંથી પસંદ પામેલા ટોપ-૧૧ શહેરોમાં રાજકોટની પસંદગી થઇ: રૂપિયા ૦૧ કરોડનો પુરસ્કાર.