ઇન્ડિયન આઈડલ 13નો વિજેતા અયોધ્યાનો રિશી

 

ફર્સ્ટ રનર અપ દેબોસ્મિતા રોય તો સેકન્ડ રનર અપ ચિરાગ કોટવાલ બન્યા હતા.

મુંબઈ :

છેલ્લા નવ મહિનાથી ચાલી રહેલા સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ ૧૩ને વિજેતા મળ્યો છે. અયોધ્યાના રિશી સિંહે સીઝન ૧૩ની ટ્રોફી પોતાના નામે કરી હતી. ટ્રોફી સાથે રિશી ને ચેનલ તરફથી પચીસ લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો.
શોના ગ્રાન્ડ ફિનાલે ના આખરી પડાવમાં જનતાના લાઈવ વોટિંગ દ્વારા વિજેતાને પસંદ કરવામાં આવ્યો હતો. જેમ સૌથી વધુ મત મેળવનાર રિશીને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન આઇડલ ૧૩ના પહોંચેલા ટોચના છ સ્પર્ધકોમાંથી ફર્સ્ટ રનર અપ દેબોસ્મિતા રોય તો સેકન્ડ રનર અપ ચિરાગ કોટવાલ બન્યા હતા.

ગ્રાન્ડ ફિનાલેના સ્પર્ધકો રિશી સિંહ, શિવમ શાહ, ચિરાગ કોટવાલ, બિદિપ્તા ચક્રવર્તી, દેબસ્મિતા રોય અને સોનાક્ષી કર.

ટોપ સિકસ ફાઈનાલિસ્ટમાં અયોધ્યાના રિશી સિંહની સાથે ગુજરાતના શિવમ શાહ, જમ્મુના ચિરાગ કોટવાલ અને પશ્ચિમ બંગાળથી બિદિપ્તા ચક્રવર્તી, દેબસ્મિતા રોય, સોનાક્ષી કરનો સમાવેશ થતો હતો.

•ફિલ્મી એકશન