રાજકોટ મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પદાધિકારી ઓ સાથે શુભેચ્છા મુલાકાત
*
રાજકોટ મહાનગરપાલિકામાં તા.૦૫-૦૪-૨૦૨૩ના રોજ મ્યુનિસિપલ કમિશનર તરીકે આનંદ પટેલે ચાર્જ સંભાળ્યા બાદ મેયરશ્રીની કચેરી ખાતે મેયર ડૉ.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પદાધિકારી ઓ દ્વારા બુકે આપી મ્યુનિસિપલ કમિશનર ને આવકારેલ હતા.
આ અવસરે તંત્ર અને શાસક પક્ષના સંકલન સાથે શહેરમાં ચાલી રહેલ જુદા જુદા પ્રોજેક્ટ તેમજ પ્રાથમિક સુવિધાના કામોને તબક્કાવાર આગળ ધપાવવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.