રાજકોટમાં મુખ્યમંત્રીએ ઉપાડ્યો સાવરણો

‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટના બાલાજી મંદિર ખાતેથી શુભારંભ

૦૦૦

પૌરાણિક મંદિર ખાતે મુખ્યમંત્રી એ દર્શન કરીને રાજયના નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના

૦૦૦

રાજકોટ : સમગ્ર રાજ્યમાં  અમલી બનાવાયેલા ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત પૌરાણિક બાલાજી મંદિર ખાતેથી શુભારંભ પ્રારંભ કરાવ્યો  હતો. 


 રાજકોટ મહાનગર પાલિકા આયોજિત આ કાર્યક્રમની શુભ શરૂઆત કરાવતાં પહેલાં મુખ્યમંત્રીએ બાલાજી મંદિર ખાતે ભગવાન કષ્ટભંજન દેવના દર્શન કરી આરતીમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રી એ ભગવાન બાલાજી સમક્ષ રાજયના પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંતો અને મહંતોએ શાલ, ફુલહાર તેમજ બાલાજી હનુમાનની મૂર્તિ સાથે સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ રાજકોટ શહેરના વિવિધ  વોર્ડના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મહાનુભાવો સાથે સફાઇ કાર્યની શરૂઆત કર્યા બાદ સફાઇ કામદારો સાથે સંવાદ કરી સ્વચ્છતા અભિયાનમાં તેમના સહયોગને બિરદાવ્યો હતો. 

 

રાજયભરના નાગરિકોની આસ્થાના વાહક સમા પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી આ  શરૂ કરાયેલા આ અભિયાનમા મંદિરના મહંત વિવેકસાગર સ્વામી,  રાધારમણ સ્વામી સહિતના સંતો મહંતો, કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુ.કમિશનર આનંદકુમાર પટેલ, નગરસેવકો, મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા.