રાજકોટના ઇતિહાસમાં પહેલીવાર...!


રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા લોકોને લોક પ્રશ્નો રજુકરવા અપીલ

*

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી એ જણાવ્યું છે કે આજરોજ રિક્ષામાં બેસી આવી રાજકોટ મહાનગરપાલિકા માં પ્રવેશ મેળવ્યો હતો તેમજ કોર્પોરેશન માં આવેલ બગીચા માં કોંગ્રેસ કાર્યાલય નું બેનર લગાવી વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, એસ.સી. વિભગના ચેરમેન નરેશભાઈ સાગઠિયા, ઓબીસી વિભાગ ચેરમેન હાર્દિક સિંહ રાજપુત, હેમંતભાઈ સોઢા, જગદીશ સાગઠિયા, ગોપાલ મોરવાડિયા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે રાજકોટ શહેર ની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ થયા હતા જેમાં સ્ટ્રીટ લાઈટ, ગંદા પાણીની ફરિયાદ, ગટર ઉભરાતી હોય જેની ફરિયાદ, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવું, ધીમા ફોર્સ થી પાણી આવવું, સી.સી.રોડ માં ભ્રષ્ટાચાર વગેરે ફરિયાદો મળેલ છે.

વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી એ જણાવ્યું છે કે દરરોજ રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં આવેલ બગીચામાં સવારે ૧૧ થી બપોરે ૧ કલાક સુધી રાજકોટ ની જનતા પ્રશ્નો રજૂઆત કરવા આવે તેવી પુનઃ અપીલ કરી છે.