વરસાદી વાતાવરણ યથાવત :
ધોરાજી તાલુકામાં ત્રણથી ચાર ઇંચ જેટલો નોંધાયેલો કમોસમી વરસાદ:અન્ય તાલુકાઓમાં નહીવત
૦૦૦૦૦૦૦
રાજકોટ :- રાજકોટ જિલ્લાના ત્રણ તાલુકામાં નહિવત વરસાદ નોંધાયો છે, જ્યારે ધોરાજી તાલુકાના વિવિધ ગામોમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લા કલેકટર કચેરીના ફલડ કંટ્રોલ સેલના જણાવાયા મુજબ, રાત્રિના દસ વાગ્યા સુધીમાં
ધોરાજી તાલુકાના છત્રાસા, કલાણા તથા પાટણવાવ ગામે અંદાજે ૩ થી ૪ ઈચ જેટલો વરસાદ થયેલ છે. નુકસાની અંગેના કોઈ અહેવાલ મળેલ નથી. જયારે ઉપલેટા તાલુકામાં ૨૧ મિલી મીટર વરસાદ અને જામકંડોરણા તથા લોધિકા તાલુકામાં બે મિલીમીટર જેટલો નહિવત વરસાદ નોંધાયો છે. એ એ સિવાયના અન્ય તાલુકાઓમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ વરસાદ નોંધાયો નથી.
૦૦૦૦૦૦