રાજકોટમાં રખડું 350 પશુઓ RMCએ પકડ્યા

તસ્વીર : પ્રતિકાત્મક


એ.એન.સી.ડી. શાખા દ્વારા તા. ૨૫-૦૪-૨૦૨૩ થી તા. ૦૭-૦૫-૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૩૫૦ પશુઓ પકડવામાં આવ્યા

*

રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે.

તા. ૨૫/૦૪/૨૦૨૩ થી તા. ૦૭/૦૫/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના ઘનશ્યામનગર, જ્યોતીનગર, પુષ્કરધામ મેઈન રોડ, અમરનગર મેઈન રોડ, મવડી પ્લોટ, બાપાસીતારામ ચોક, ૪૦ ફૂટ રોડ, મવડી એનિમલ હોસ્ટેલ, કાલાવાડ રોડ તથા આજુબાજુમાંથી  ૨૯ (ઓગણત્રીસ) પશુઓ માર્કેટીંગ યાર્ડ, ભગવતીપરા, શિવમ સોસાયટી, સાગર સોસાયટી , ન્યુ શક્તી સોસાયટી , તિરુપતી પાર્ક સોસાયટી , નરસિંહનગર, છપ્પનીયા ક્વાર્ટર, માલધારી ચોક, જયજવાન જયકીશાન રોડ, ગ્રીન લેન્ડ ચોકડી, વેલનાથપરા, મોરબી રોડ તથા આજુબાજુમાંથી ૪૬ (છેતાલીસ) પશુઓ, રૈયાધાર, શાંતીનગર, વિનાયક વાટીકા, મનહરપુર, બંસીધરપાર્ક સોસાયટી, શાસ્ત્રીનગર, હિંમતનગર, રંભામાંની વાડી, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, રૈયાધાર ગાર્બેજ સ્ટેશન,

ઘંટેશ્વર તથા આજુબાજુમાંથી ૪૧ (એકતાલીસ) પશુઓ, નંદાહોલ, સહકાર મેઈન રોડ, સીંદુરીયા ખાણ, R.M.C. આરોગ્ય કેન્દ્ર વોર્ડ ઓફીસ પાસે તથા આજુબાજુમાંથી ૧૮ (અઢાર) પશુઓ, માંડા ડુંગર મેઈન રોડ, માનસરોવર, આરતી ઈન્ડસ્ટ્રીઝ, શીવનગર, તથા આજુબાજુમાંથી  ૨૦ (વીસ)  પશુઓ, કોઠારીયા સોલવન્ટ, વાવડી વિસ્તાર, સ્વાતીપાર્ક મેઈન રોડ, કોઠારીયા ગામ, ગુલાબનગર, શીતળાધાર તથા આજુબાજુમાંથી  ૩૬ (છત્રીસ)  પશુઓ, છોટુનગર મેઈન રોડ, મઢી ચોક, લાખનો બંગલો મેઈન રોડ, વેલનાથચોક, મોચીનગર, ગાંધીગ્રામ, અયોધ્યા ચોક, સીતારામ હોસ્પીટલ, ગાયત્રી નગર મેઈન રોડ, તથા આજુબાજુમાંથી  ૧૩ (તેર)  પશુઓ સહીત અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૩૫૦ પશુઓ પકડવામાં આવેલ છે.