રાજકોટમાં રખડું વધુ 222 પશુઓ ડબ્બે...

તસ્વીર : પ્રતિકાત્મક 

રાજકોટ :

એ.એન.સી.ડી. શાખા દ્વારા તા. ૦૮/૦૫/૨૦૨૩ થી તા. ૧૫/૦૫/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરમાં રસ્તે રખડતા કુલ ૨૨૨ પશુઓ પકડવામાં આવ્યા

 *

રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૩ થી તા. ૧૫/૦૫/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના માર્કેટીંગયાર્ડ, શ્રીરામ સોસાયટી, જયજવાન જયકીશાન, ભગવતીપરા, છપ્પનીયા ક્વાર્ટર, નરસિંહનગર, ગ્રીનલેંડ ચોકડી હાઈવે, પારેવડી ચોક, શીવનગર સોસાયટી, સંતકબીર રોડ, ન્યુ શક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી  ૩૦ (ત્રીસ) પશુઓ, જંકશન રોડ, ઘંટેશ્વરપાર્ક, બ્રહ્માનંદ સોસાયટી, મનહરપુર, રૈયાધાર, મારવાડી રોડ, રેલનગર મેઈન રોડ, માધાપર ચોકડી, વિષ્ણુવિહાર સોસાયટી, હમીરજી ચોક, પરસાણાનગર તથા આજુબાજુમાંથી ૩૪ (ચોત્રીસ) પશુઓ, નાગેશ્વર મેઈન રોડ, યુનીકેર હોસ્પીટલ, અક્ષરનગર, ભારતીનગર, સાધુવાસવાણી રોડ, બાપાસીતારામ ચોક  તથા

આજુબાજુમાંથી ૧૬ (સોળ) પશુઓ, માનસરોવરપાર્ક, ટ્રાન્સપોર્ટનગર, શિવનગર, નરસિંહનગર, પ્રદ્યુમનપાર્ક, ઠાકરચોક, માંડા ડુંગરવિસ્તાર તથા આજુબાજુમાંથી  ૧૬ (સોળ) પશુઓ,  ન્યુ રાધેશ્યામ, માધવવાટિકા, જડેશ્વર, વેલનાથ સોસાયટી, ગણેશપાર્ક, કોઠારીયા સોલવન્ટ, રામવન રોડ, રામપાર્ક રોડ, સર્વિસ રોડ, ગાર્બેજ સ્ટેશન, તથા આજુબાજુમાંથી  ૨૧ (એકવીસ) પશુઓ, સોરઠીયાવાડી, સહકાર મેઈન રોડ, આનંદનગર, સાધના સોસાયટી મેઈન રોડ, શ્રીનગર સોસાયટી, નંદાહોલ મેઈન રોડ, આહિર ચોક, કેવડાવાડી ચોક, પવનપુત્ર તથા આજુબાજુમાંથી  ૧૫ (પંદર)  પશુઓ, મવડી શાક માર્કેટ, ગીતાનગર, ખોડીયારપરા, ગોવર્ધન ચોક, નવલનગર મેઈન રોડ, રામનગર મેઈન રોડ તથા આજુબાજુમાંથી  ૮ (આઠ)  પશુઓ અન્ય  વિસ્તારોમાંથી મળી કુલ ૨૨૨ પશુઓ પકડવામાં આવેલ છે.