જાણીતી TV અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

અભિનેત્રીના નિધનના સમાચાર મળતાં ટેલિવૂડમાં શોકની લહેર ફરી વળી છે

*

મુંબઈ :

દર્શકોના માનીતા શો સારાભાઈ વર્સેસ સારાભાઈની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું એક કાર અકસ્માતમાં નિધન થયું છે. અભિનેત્રીના નિધનના સમાચાર મળતાં જ ટેલિવૂડમાં શોકની લહેર ફરી વળી છે. સિરિયાના નિર્માતા જે. ડી. મજીઠિયાએ આ દુઃખદ સમાચાર તેમના સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યા હતા.
મજીઠિયાએ લખ્યું કે, એક ઉમદા અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય, જે સારાભાઈ વર્સેસ સારાભાઈની જાસ્મીન તરીકે વિખ્યાત હતી એ માર્ગ અકસ્માતમાં અવસાન પામી છે.
મળતી જાણકારી મુજબ, હિમાચલ પ્રદેશના કુલ્લુ ખાતે અકસ્માત નડ્યો હતો. અભિનેત્રી એના મંગેતર સાથે કારમાં ટ્રાવેલ કરી રહી હતી. પરંતુ એક વળાંક પાસે ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું અને ગંભીર અકસ્માત થયો.
સારાભાઈ ઉપરાંત વૈભવીએ દીપિકા પાદુકોણ સાથે ૨૦૨૦માં આવેલી છપાક અને તિમિર (૨૦૨૩)માં પણ કામ કર્યું હતું.

•ફિલ્મી એકશન