રાજકોટમાં રજૂ થઇ "અનંત અનાદિ વડનગર” ફિલ્મ : CM એ જોઈ

*મુખ્યમંત્રી એ રાજકોટમાં મેયરના નિવાસસ્થાને "અનંત અનાદિ વડનગર” ફિલ્મ નિહાળી*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*


*રાજકોટ :* રાજકોટ જિલ્લાના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીશ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન પર બનેલી "અનંત અનાદિ વડનગર” ડોક્યુમેન્ટરી ફિલ્મ રાત્રે રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવના નિવાસસ્થાને નિહાળી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના પ્રવાસે હતા. તેઓએ આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં નવા બનેલા હૃદયરોગ વિભાગ(કેથલેબ) તથા બે મોડયુલર નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરીને જંગી સભાને સંબોધન કર્યું હતું. ત્યારે બાદ તેઓ રાજકોટ મહાનગરના મેયર ના  નિવાસસ્થાને આવ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એવા વડનગર પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ “અનંત અનાદિ વડનગર” તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મનું આજે રાત્રે નવ કલાકે ડિસ્કવરી ચેનલ પર પ્રસારણ થયું હતું. 

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*