*બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની તા.૧૮મી જૂને યોજાનાર મુખ્ય પરીક્ષા મોકૂફ*
રાજકોટ :
*TAT(S)ની મુખ્ય પરીક્ષા હવે તા.૨૫/૦૬/૨૦૨૩ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો*
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખી હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે જણાવ્યું છે.
આ નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.
.....