જૂનાગઢની શાંતિને પલિતો : 1નું મૃત્યુ

દરગાહ હટાવવાની નોટિસ મળતાં જૂનાગઢ સળગ્યું, પોલીસ ચોકી પર હુમલો… એકનું મૃત્યું


મહાપાલિકાએ એક મજારને હટાવવાની નોટિસ અપાતા શુક્રવારે લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જ્યારે શનિવારે રાતે સેંકડો લોકો ભેગા થયા અને નારાબાજી કરવાની સાથે મજેવાડી પોલીસ સ્ટેશન પર પત્થરમારો શરૂ કરાયો. જેમાં એક ડીએસપી, ત્રણ મહિલા પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા લાઠીચાર્જ કરવાની સાથે ટીયર ગૅસ છોડવો પડ્યો. આ ઘટનામાં એક શખસનું મૃત્યુ થયું હતું.

જે લોકોએ દરગાહ મામલે ધમાલ મચાવી અને ચાર પોલીસ કર્મચારીઓને ઘાયલ કર્યા, તેમની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.

જૂનાગઢમાં ગેરકાયદે દરગાહ હટાવવા માટ નોટિસ અપાતા જ મુસ્લિમ સમુદાયએ એનો વિરોધ શરૂ કર્યો. અને શનિવારે રાત્રે ભેગી થયેલી ભીડે ભારે હંગામો મચાવવાની સાથે ભારે પત્થરબાજી શરૂ કરતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કર્યો. આને પગલે મુસ્લિમ સમુદાય અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. દરમિયાન મજેવાડી પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને એક ડીએસપી અને બે મહિલા કર્મચારીઓ સહિત પાંચ પોલીસકર્મીઓને ઇજા પહોંચી. પોલીસે અત્યાર સુધીમાં 174 લોકોની ધરપકડ કરી છે.

પ્રશાસને મજેવાડી સ્થિત એક દરગાહને ગેરકાયદે બાંધકામ હોવાનું જણાવતી નોટિસ મોકલાવી હતી અને દરગાહના સંચાલકો પાસે જવાબ માગ્યો હતો. જોકે દરગાહ તરફથી કોઈ જવાબ ન અપાતા પ્રશાસને કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. આને કારણે ભડકેલી હિંસામાં અનેક સરકારી વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. હિંસક ઘટનાને પગલે પ્રશાસને દરગાહ કમિટીને જવાબ આપવા પાંચ દિવસનો વધારાનો સમય આપ્યો છે.

શહેરમાં શાતિ જળવી રહે એ માટે સંવેદનશીલ વિસ્તારોમાં રૅપિડ ઍક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બિપરજૉય વાવાઝોડાને કારણે જિલ્લા પોલીસના જવાનોને સહાયકાર્ય માટે અન્યત્ર મોકલવામાં આવ્યા હોવાથી તોફાનોને પહોંચી વળવામાં પોલીસો માટે થોડું મુશ્કેલ બન્યું હતું.

હકીકતમાં જૂનાગઢ શહેરના ઉપરકોટ કિલ્લામાં આવેલી દરગાહ, કબરો અને અન્ય ધાર્મિક બાંધકામો હટાવવા માટે એક સાર્જનિક નોટિસ રી કરવામાં આવી હતી. નોટિસમાં જણાવાયું હતું કે કિલ્લો એક રાજય-સંરક્ષિત સ્મારક છે અને આ વિસ્તારના પ્રસ્તાવિક વિકાસ માટે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગની અધિસૂચના બાદ કથિત અનધિકૃત બાંધકામો હટાવવા આવશ્યક છે. નોટિસમાં સૂચિબદ્ધ કથિત અનધિકૃત બાંધકામોમાં દરગાહ, કબર, એક ડેરીની દુકાન અને ખોડિયાર માતાના મંદિરના અમુક હિસ્સાનો સમાવેશ થાય છે.

•છાપું