શાપર (વેરાવળ) ખાતે ૨૩ જુને ભરતી મેળો


*રાજકોટ : રાજકોટ અને શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન(શાપર-વેરાવળ) તેમજ હડમતાળા એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩ જૂન (શુક્રવાર)ના રોજ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઓફિસ ખાતે સમય સવારે ૧૦:૦૦ કલાકે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ રોજગાર ભરતીમેળામાં શાપર અને આસપાસના ૩૫ કરતા પણ વધારે એકમો દ્વારા ઉમેદવારોની લાયકાત પ્રમાણે અલગ અલગ જગ્યાઓ માટે  પસંદગી કરવામાં આવશે. આ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહેનાર એકમો અંગેની વધુ વિગત આ કચેરીની ટેલીગ્રામ ચેનલ "Emp Rajkot" પર ઉપલબ્ધ છે. આ રોજગાર ભરતીમેળામાં ધોરણ-૭ પાસથી લઈને અનુસ્નાતક સુધીની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને રીઝ્યુમ(બાયોડેટા) તેમજ શૈક્ષણિક લાયકાતના જરૂરી તમામ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

તેમજ વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩, બહુમાળી ભવન, રાજકોટનો રૂબરૂ, ફોન નંબર: ૦૨૮૧-૨૪૪૦૪૧૯ અથવા રોજગાર સેતુ હેલ્પલાઈન નંબર: ૬૩ ૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે. 

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*