રાજકોટ :

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી -150 ફૂટ રીંગ રોડ, વેસ્ટ ગેટ પ્લસ બિલ્ડિંગ રાજકોટ મુકામે આવેલ હોટલ/ રેસ્ટરોરેન્ટમાં ચકાસણી કરવામાં આવેલ જેમાં (૧)કુલ્ચા ક્યુઝીન -7 ક્રિ.ગ્રા. વાસી અખાધ્ય કઠોળનો નાશ તેમજ હાઈજીનિક કન્ડિશનની જાળવણી અને સ્ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૨)કોકો ફિટ -હાઈજીનિક કન્ડિશનની જાળવણી તેમજ સ્ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૩)પફિઝા -હાઈજીનિક કન્ડિશનની જાળવણી તેમજ સ્ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા (૪)બર્ગર સિંગ (૫)ધ રોયલ બાઇટ (૬)ડેરી ડેન (૭)વોકલી પીઝા- પેઢીની હાઈજીનિક કન્ડિશન બાબતેની ચકાસણી કરવામાં આવેલ.


સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કિશાન પરા ચોક થી મહિલા કોલેજ ચોક વિસ્તારમાં આવેલ તમામ હોટલ/ રેસ્ટરોરેન્ટમાં ચકાસણી કરવામાં આવેલ જેમાં (૧)શુભ એન્ટરપ્રાઇઝ (US પીઝા) -૫ લિટર વાસી અખાધ્ય સૂપનો નાશ તેમજ હાઈજીનિક કન્ડિશનની જાળવણી તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૨)ચાય સુટા બાર -૩ કિ.ગ્રા. વિવિધ પ્રકારના સોસ એક્સપાયરી ડેટ વિતેલ મળી આવતા નાશ કરવામાં આવેલ. (૩)સાસુજી ક ઢાબા -૪ કિ.ગ્રા. વાસી આખાદ્ય પ્રિપેર્ડ ફૂડનો નાશ કરવામાં આવેલ. (૪)મામા રેસ્ટરોરન્ટ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૫)સપના મલ્ટીકુઝિન રેસ્ટરોરન્ટ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા (૬)ગાયત્રી યાદવ મદ્રાસ કાફે (૭)દાનાપાની (૮)સદગુરુ રેસ્ટરોરન્ટ (૯)ટી સ્ટ્રીટ પેઢીની હાઈજીનિક કન્ડિશન તથા લાઇસન્સ બાબતની ચકાસણી કરવામાં આવેલ.