રાજકોટમાં સફાઈ કર્મચારીની અતૂલ્ય ઈમાનદારી

રાજકોટ :

રાજકોટ શહેરમાં એક સફાઈ કર્મચારીએ પ્રવર્તમાન મુશ્કેલ સમયમાં ઈમાનદારી નું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મહાપાલિકાના અધિકારી સૂત્રના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 14 ના  કાયમી સફાઈ કર્મચારી સુરેશભાઈ નરોલાને  સફાઈની કામગીરી દરમિયાન સોનાની એક બંગડી મળી હતી. જે તેમણે ખરાઈ કર્યા બાદ મૂળ માલિકને પરત સોંપી છે. સુરેશભાઈ ની આવી ઈમાનદારીને સોનાની બંગડીના આસામી તથા સહ કર્મચારીઓએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.