મલ્ટિપ્લેક્સમાં પેટ પૂજા હવે સસ્તી ! ભાવમાં 40% સુધી ઘટાડો

મુંબઈ : • છાપુ

ભારતની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ ચેઇન PVR INOX લિમીટેડે F&B માટે નવી આકર્ષક કિંમતની ઘોષણા કરી છે જે દેશભરના પીવીઆર આઇનોક્સ સિનેમામાં મેળવી શકાય છે. આ ઑફર અનુસાર મુવી જોનારાઓ હોટ ડોગ્સથી લઇને બર્ગર્સ, સેન્ડવીચ અને પીણાઓ સોમવારથી ગુરુવારે સવારના 9થી સાંજના 6 સુધી રૂ. 99ની કિંમતે મેળવી શકે છે. 

* સિનેમાના ચાહકો કે જેઓ સપ્તાહના અંતમાં ફિલ્મ જોવા જવાનું વિચારતા હોય તેઓ બોટમલેસ પોપકોર્નનો દાવો કરી શકે છે જેમાં અમર્યાદિત ટેબ રિફીલ્સ સાથે આકર્ષક કિંમત ધરાવતા ભોજન કોમ્બોઝનો લાભ ઉઠાવી શકે છે. આમ F&B ખર્ચમાં 40%નો ઘટાડો કરવામાં આવ્યો છે.

“ગ્રાહકોના પ્રતિભાવને પ્રત્યુત્તર આપવો તે સિનેમા ચેઇન સફળતાપૂર્વક ચલાવવાની ચાવી છે. અમારા દરેક પ્રયત્નો પ્રેક્ષકોને સેવા પૂરી પાડવાનો છે કેમ કે અમે તેઓ અમારા પરિસરમાં આવે ત્યારે મજેદાર સિનેમાનો અનુભવ પૂરો પાડવા માગીએ છીએ. અમે F&Bની કિંમત અંગેના ગ્રાહકોના વિચારો સક્રિયતાથી સાંભળીએ છીએ અને એટલા માટે જ અમે કરકસરપૂર્ણ કિંમતોની રચના કરી છે જે મુવી જોવા જનારાઓ આકર્ષશે અને તેમના પ્રશ્નો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.” એમ PVR INOX લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ કુમાર બીજલીએ જણાવ્યું હતું.


તેમણે વધુમાં જણાવ્યું કે, “અમારું જોડાણ, જેણે અમને વિશ્વની ટોચની સિનેમા શ્રૃંખલાઓમાં સ્થાન આપ્યું હતું, તે હવે અમને એક વિશાળ કેનવાસ પ્રદાન કરે છે, જે અમને દેશભરના પ્રેક્ષકોના વિશાળ સેગમેન્ટને સંતોષવા અને તેમના માટે શ્રેષ્ઠ ઑફર તૈયાર કરવાની મંજૂરી આપે છે. અમને ખાતરી છે કે અમારા સુધારેલા પેકેજો અઠવાડિયાના દિવસોમાં સિનેમાઘરોની મુલાકાત લેતા એવા નાના ગ્રુપ અને પરિવારોને આકર્ષશે, જેઓ તેમની જરૂરિયાતો પૂરી થાય તેની ખાતરી કરીને સપ્તાહના અંતે ફિલ્મો જોવાનું પસંદ કરે છે. અમારા તમામ મહેમાનો અમારી F&B ઑફર, માત્ર લોકપ્રિય સિનેમાની સાથે નાસ્તા જ નહી પણ અમારી અત્યંત કુશળ શેફ ટીમ દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ ઑફરિંગનો પણ આનંદ માણે તેવો અમારો પ્રયાસ છે. અમારા અતિથિ માટે મોમાં પાણી લાવતી આ ઑફર લાવતા અમને આનંદ થાય છે, અને ખાતરી છે કે એને કારણે તેમની સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત કરશે. આગામી કેટલાક ક્વાર્ટર માટે લાઇન-અપ અસાધારણ લાગે છે અને અમને ખાતરી છે કે અમારી નવી સ્ટ્રક્ચર્ડ F&B ઑફરિંગ મૂવી જોવાની મોજ ઓર વધારી દેશે.”


આ વર્ષે રિલીઝ થનારી વિવિધ ફિલ્મોની પસંદગીઓમાં દર્શકોના ઉત્તેજના સ્તરને વધારશે. જેમ કે મિશન ઇમ્પોસિબલ 7: ડેડ રેકનિંગ પાર્ટ વન, બાર્બી, ઓપનહેઇમર, ધ માર્વેલ્સ, કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન અને ધ હંગર ગેમ્સ: ધ બલાડ ઓફ સોંગબર્ડ્સ એન્ડ સ્નેક્સ સહિતની અપેક્ષિત હોલીવુડ રિલીઝનો સમાવેશ થાય છે. અમે રોકી ઔર રાની કી પ્રેમ કહાની, ડંકી, સૅમ બહાદુર, એનિમલ, OMG 2, ટાઈગર 3 અને ડ્રીમ ગર્લ 2 જેવી બોલિવૂડની ફિલ્મોના સાક્ષી બનીશું. પુષ્પા 2, ઈન્ડિયન 2, સલાર અને જેલર જેવી દક્ષિણી ફિલ્મોની ઘણા લાંબા સમયથી પ્રતીક્ષા થાય છે.