૪૩ ઓક્સિજન કોર્નર : રાજકોટમાં આ વળી નવું !

રાજકોટ :

શહેરના વિવિધ વોર્ડના બગીચાઓમાં ૪૩ ઓક્સિજન કોર્નર બનાવવાનાં અભિયાનનું આયોજન કરેલ છે.    

તા.૦૩/૦૮/૨૦૨૩ના રોજ સ્ટેપ ગાર્ડન, આર્ટ ગેલેરીની બાજુમાં રેસકોર્ષ ખાતે વૃક્ષારોપણ કરાયું.     ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ છોડનું વાવેતર કરવામાં આવ્યું.   

           શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને પર્યાવરણની જાળવણી થાય તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવેલ જુદા જુદા બગીચાઓમાં તા.૦૨/૦૮/૨૦૨૩ થી ૨૨/૦૮/૨૦૨૩ સુધી ઓક્સિજન કોર્નર અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે. આજ તા.૦૩/૦૮/૨૦૨૩ના રોજ રોજ સ્ટેપ ગાર્ડન, આર્ટ ગેલેરીની બાજુમાં રેસકોર્ષ ખાતે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું. આ ઓક્સિજન કોર્નર ૨૩૦૦ ચો.મી.માં બનશે. આશરે ૧૧,૫૦૦ જેટલા છોડ/વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.