રાજકોટ AIIMS સુધી પહોંચવા ₹5.06 કરોડનો બ્રિજ

AIIMS રોડ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા માઈનોર બ્રિજની ચાલુ કામગીરીની સમીક્ષા 

માઈનોર બ્રિજ બનતા જામનગર રોડના ટ્રાફિક પર ગયા વગર AIIMS સુધી જઈ શકાશે: મ્યુનિ. કમિશનર

રાજકોટ :

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશઃ વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ પ્રોજેક્ટોની કામગીરી ઝડપી અને લોકોને વહેલીતકે પ્રાપ્ત થાય તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે તાજેતરમાં AIIMS જતા રસ્તા પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા માઈનોર બ્રિજની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી.
AIIMS જતા રસ્તા પર ૩૦ મીટર ડી.પી. રોડ પર રૂ. ૫.૦૬ કરોડના ખર્ચે બનતા માઈનોર બ્રિજની ચાલુ કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનરે કહ્યું હતું કે, આ બ્રિજ બનવાથી લોકોને જામનગર પરના ટ્રાફિક પર ગયા વગર જ AIIMS હોસ્પિટલ સુધી જવામાં સરળતા રહેશે. કોન્ટ્રાક્ટરને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી.
આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર આનંદ પટેલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. એચ.એમ.કોટક, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડી.ઈ.ઈ. પાર્થ પરમાર અને AIIMS રોડ પર બનતા માઈનોર બ્રિજની કામગીરી કરતી એજન્સીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.