કેવા દિવસો આવ્યા ? રાજકોટમાં હવે ઓક્સિજન માટે પણ કોર્નર!

રાજકોટ :

શહેરના વિવિધ વોર્ડના બગીચાઓમાં ૪૩ ઓક્સિજન કોર્નર બનાવવાનાં અભિયાનનું આયોજન :

તા.૨૫/૦૮/૨૦૨૩ના રોજ વોર્ડ નં.૨ લક્ષ્મણરાવ ઈનામદાર ઉદ્યાન, એરપોર્ટ રોડખાતે વૃક્ષારોપણ કરાયું.

ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ છોડનું વાવેતર 

શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાયઅને પર્યાવરણની જાળવણી થાય તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવેલ જુદા જુદા બગીચાઓમાં તા.૦૨/૦૮/૨૦૨૩ થી શરૂ કરવામાં આવેલ સુધી ઓક્સિજન કોર્નર અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે.  તા.૨૫/૦૮/૨૦૨૩ના રોજવોર્ડ નં.૨ લક્ષ્મણરાવ ઈનામદાર ઉદ્યાન, એરપોર્ટ રોડ ખાતેઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું.આ ઓક્સિજન કોર્નર ૫૦૦ ચો.મી.માં બનશે.આશરે ૧૦૦૦ જેટલા છોડ/વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર મનિષ રાડીયા,  રાજકોટ શહેર ભાજપ મહામંત્રી ડૉ.માધવભાઈ દવે, ડ્રેનેજ કમિટી ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, શિક્ષણ સમિતિના સભ્ય વિક્રમસિંહ જાડેજા, પ્રભારી કુલદિપસિંહ જાડેજા,પ્રમુખશ્રીરાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રીશ્રીકૌશિકભાઈ અઢીયા, ભાવેશભાઈ ટોયટાવગેરે ઉપસ્થિત રહેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા ગાર્ડન વિભાગના ડિરેક્ટર ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગાર્ડન સુપરવાઈઝર કણઝારીયા, ચાવડા, ત્રિવેદી તેમજ ગાર્ડનના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.