રાજકોટ : શાળામાં બાંધ્યા હતા પશુઓ ! અંતે તંત્ર જાગ્યું


જૂની શાળા નં.-૩૪માં સ્થાનિક પશુપાલકો પશુઓ રાખતા હોવાનું જાણવા મળતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જગ્યા ખાલી કરાવેલ

એ.એન.સી.ડી. શાખા દ્વારા તા. ૨૧/૦૮/૨૦૨૩ થી તા. ૩૦/૦૮/૨૦૨૩ દરમ્યાન રસ્તે રખડતા કુલ ૨૦૦ પશુઓ પકડવામાં આવ્યા

રાજકોટ :

રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. ૨૧/૦૮/૨૦૨૩ થી તા. ૩૦/૦૮/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના સીલ્વર ગોલ્ડ રેસીડેન્સી રોડ, સોરઠીયાવાડી સર્કલ રોડ, કુબલીયાપરા, કોઠારીયા કોલોની, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ, ગોકુલધામ ગેઈટ પાસે, આંબેડકર નગર, ગંજીવાડા મેઈન રોડ તથા આજુબાજુમાંથી  ૧૪(ચૌદ) પશુઓ, મોરબી રોડ, સેટેલાઈટ ચોક, જય જવાન જય કિશાન સોસાયટી, લાલપરી, નવાગામ, છપ્પનીયા ક્વાર્ટર, અર્જુન પાર્ક પાછળ, મેલડી માં ના મંદિર પાસે, ક્રિષ્ના પાર્ક, નરસિંહનગર, કુવાડવા ચોકડી, હુડકો ક્વાર્ટર, બેડીપરા ચોરો, સંતકબીર રોડ, પ્રદ્યુમન પાર્ક, આજીડેમ સર્વિસ રોડ તથા આજુબાજુમાંથી  ૨૬(છવ્વીસ) પશુઓ, મુંજકા ગામ, રૈયાગામ, ગોપાલ ચોક, નટરાજ નગર, રૈયાધાર, ડાંગર કોલેજ, વર્ધમાન નગર, કણકોટ રોડ, આલાપ ગ્રીનસીટી પાછળ, કૈલાશધારા પાર્ક તથા આજુબાજુમાંથી ૧૫(પંદર) પશુઓ, મારૂતિ સુઝુકી શોરૂમ પાસે, કટારીયા ચોકડી, પુનિતનગર, ૮૦ ફૂટ રોડ, ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી એનિમલ હોસ્ટેલ આગળ તથા આજુબાજુમાંથી ૧૦ (દસ) પશુઓ,  કોઠારીયા સોલવન્ટ, વ્રુંદાવન સોસાયટી, શીતળાધાર, હરીદ્વાર સોસાયટી, ગુલાબનગર, કોઠારીયા સ્વાતિ, સોમનાથ સોસાયટી, રામનાથ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તથા આજુબાજુમાંથી  ૨૩(ત્રેવીસ) પશુઓ, સરદાર હોસ્પિટલ દેવપરા, પલંગ ચોક, એસ.કે.ચોક મેઈન રોડ, ગાંધીગ્રામ, અક્ષરનગર RMC પ્લોટ, પચ્ચીસ વારીયા, ચીથરીયા પીર દરગાહની પાછળનો વિસ્તાર તથા આજુબાજુમાંથી ૧૭(સત્તર) પશુઓ, આર્યનગર, મૈસુર ભગત ચોક, હનુમાન મઢી, ભારતી નગર, રામનાથપરા ગરૂડ ગરબી ચોક, શીવનગર મેઈન રોડ, છપ્પન ન્યુ શક્તિ સોસાયટી, આર.ટી.ઓ. પાછળ તથા આજુબાજુમાંથી ૧૫(પંદર) પશુઓ, શિવમ સોસાયટી, લાતીપ્લોટ, જયનાથ પેટ્રોલ પંપ પાસે, બંસીધર પાર્ક, શાંતિનગરના ગેઈટ પાસે, રવિરત્ન પાર્ક તથા આજુબાજુમાંથી ૧૪(ચૌદ) પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૦૦(બસો) પશુઓ પકડવામાં આવેલ છે.  

તદુપરાંત આજરોજ રાજકોટનાં ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ જુની શાળાનં.-૩૪ની અંદર સ્થાનિક પશુપાલકો પશુઓ રાખતા હોય, ત્યાં જોવા મળેલ ૨ ભેંસ અને ૧ પાડી પકડી અને દબાણ હટાવ શાખા દ્વારા કેબીન અને કાઉન્ટર જપ્ત કરી જુની શાળા નં.-૩૪ની જગ્યા ખાલી કરાવેલ છે.