રાજકોટના લોકમેળાની મોજ વધુ 1 દિવસ

મેળાની મુદ્દતમાં એક દિવસનો વધારો: રવિવારે પણ ખુલ્લો રહેશે 

૦૦૦૦૦૦

રાજકોટ : લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ લોકલાગણીને માન આપીને મેળાની મુદતમાં એક દિવસનો વધારો જાહેર કર્યો છે, આથી રાજકોટનો "રસરંગ લોકમેળો" હવે કુલ છ દિવસનો રહેશે, અને લોકમેળો હવે રવિવારના દિવસે પણ ખુલ્લો રહેશે, જેની જાહેર જનતાને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.