પદાધિકારીઓ બદલાયા, કચેરીમાં સાફ સફાઈ????
*
રાજકોટ :
રાજકોટ મહાનગરપાલિકામાં આશરે ૪૦ વર્ષથી ફરજ બજાવતા અને નિવૃત્તિ બાદ પણ કરાર પર રહીને ફરજ બજાવતા મેયરના પીએ કનૈયાલાલ હિંડોચા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ફરજ બજાવતા છબીલદાસ રાણપરાને હવે વિદાય આપવામાં આવી છે.
મનપા સૂત્રો એ જણાવ્યું કે નવા પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યા બાદ નિર્ણયમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બંનેના કરારી પીએ બદલી નવા પીએ નિમ્યા છે. બંને નવા અધિકારીએ પીએ તરીકે કામગીરી શરૂ કરી છે. મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ નવા મેયર નયનાબેન પેઢળિયાના પીએ તરીકે મનપાના જ ઓફિસર વિપુલ ઘોણીયાની નિમણૂક કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નવા પીએ તરીકે વોર્ડ નંબર-૨ના વોર્ડ ઓફિસર ધવલ જેસડિયાની નિમણૂક કરવામાં આવી છે.
સેક્રેટરી શાખામાં વર્ષો સુધી સતત કાર્યરત બંને કરારી PA ની વિદાય નવા પદાધિકારીઓએ કરતાં અને કરાર આગળ નહિ લંબાવતા કર્મચારીઓમાં ચર્ચા ઉઠી છે કારણકે બંને કર્મચારીઓ (હવે પૂર્વ) મનપામાં અરજદારો માટે સતત ઉપલબ્ધ રહેતા હતા.