જન ઔષધિ : 9000 કેન્દ્ર, 20 લાખ લાભાર્થી

 ૭૩ જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકતા કેન્દ્રીય મંત્રી

*ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે જન ઔષધી કેન્દ્ર એ સારવારની બચતનું કેન્દ્ર છે*

- કેન્દ્રીય મંત્રી

000000000

રાજકોટ :- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, ૭૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ તાજેતરમાં રાજકોટની પંડિત દીનદયાળ  ઉપાધ્યાય હોસ્પિટલ કેમ્પસ ખાતેથી દેશમાં કુલ ૭૩ જન ઔષધી કેન્દ્રો ખુલ્લા મુક્યા હતા.


મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, તેઓનું જીવન માનવતા અને સેવા કાર્ય સાથે વણાયેલું હોઈ આપણે પણ તેમાં સહભાગી બની ગરીબ, સામાન્ય પરિવારના લોકોને મદદરૂપ બનીએ. જેના  ભાગ રૂપે રેડક્રોસ સોસાયટીના માધ્યમથી ૭૩ જેટલા જન ઔષધિ કેન્દ્રો દેશને સમર્પિત કરાયા છે.

પ્રધાનમંત્રી ની પ્રેરણાથી ગરીબ અને  મધ્યમ વર્ગના લોકોને  સારવાર અર્થે જરૂરી  દવાઓ કિફાયતી દામે મળી રહે તે હેતુથી વર્ષ  ૨૦૧૬ થી પ્રારંભ કરાયેલા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોના  વિસ્તરણ સાથે દેશમાં ૯ હજારથી વધુ કેન્દ્રો પર રોજના ૨૦ લાખ લોકો આ દવાનો લાભ લઈ આર્થિક બચત કરી રહ્યા હોવાનું જણાવી મંત્રીશ્રી માંડવીયાએ જણાવી કહ્યું હતું કે, જન ઔષધી કેન્દ્ર એ સારવારની બચતના કેન્દ્રો છે.

ભારત દેશમાં આરોગ્ય ક્ષેત્ર એ કોમર્સ નહીં પરંતુ સેવાનું માધ્યમ છે. કોરોના સમયે તબીબી ક્ષેત્રે જોડાયેલા લોકોએ કોરોના સમયે ઘર, પરિવારની ચિંતા કર્યા વગર નિઃસ્વાર્થ ભાવે જે સેવા કરી છે તેને વિશ્વ એ પણ બિરદાવી છે. 

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંચાલનમાં રાજકોટ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રીના દ્વારા રાજ્યમાં ૭૩ જન ઔષધી કેન્દ્ર ખુલ્લા મુકવામાં આવ્યા, જેમાં રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ, પદ્મ કુંવરબા હોસ્પિટલ તેમજ ગોંડલ હોસ્પિટલ ખાતે એક મળીને ત્રણ ઔષધી કેન્દ્રનો શુભારંભ થયો છે.


   ૦૦૦૦૦૦