રાજકોટની રાજમોતી ઈન્ડસ્ટ્રીઝની મિલકત જપ્ત : કિંમત 50 કરોડ

અંદાજિત રૂ. 50 કરોડની રાજમોતી ઈન્ડસ્ટ્રીઝની મિલકત જપ્ત કરાઈ

SARFAESI Act - 2002 અન્વયે  કલેક્ટરશ્રીના આદેશ મુજબ કરાયેલી મિલકત જપ્તીની કામગીરી 

૦૦૦૦૦૦૦૦૦


રાજકોટ :-  રાજકોટ શહેર પૂર્વના મામલતદાર શ્રી રુદ્ર ગઢવીએ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝની અંદાજિત રૂ. ૫૦ કરોડની મિલકતની જપ્તી કરીને બેંકના અધિકારીઓને સુપ્રત કરી છે.

મામલતદાર ગઢવી તથા તેમની ટીમ દ્વારા કલેકટર, રાજકોટના

સિક્યુરિટાઈઝેશન એન્ડ રી-કન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી  ઇન્ટરેસ્ટ એક્ટ-૨૦૦૨ની

 (SARFAESI Act 2002) કલમ-૧૪ ના મિલ્કત જપ્તિના હુકમ અન્વયે આ કામગીરી કરવામાં આવી છે, જેમાં બાકીદાર પેઢી મેસર્સ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝ,ભાવનગર રોડ,ચુનારાવાડ,રાજકોટની અંદાજિત રૂ. ૫૦ કરોડની મિલકતની જપ્તી કરી  પોલીસ બંદોબસ્ત સાથે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા તથા અન્ય ત્રણ બેંકોના અધિકૃત અધિકારીઓને  બાકીદાર પેઢી  રાજમોતી ઈન્ડસ્ટ્રીઝની અંદાજિત રૂ. ૫૦ કરોડની મિલ્કત જપ્તી કરીને સોંપણી કરવામાં આવી છે, તેમ જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.

૦૦૦૦૦૦૦