રાજકોટ :- નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સજ્જ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે દાંડિયા રાસના આયોજકો પણ ઇમરજન્સી સારવારમાં મદદ રૂપ બની શકે તે માટે આજ રોજ પી.ડી.યુ.મેડીકલ કોલેજ, રાજકોટ ખાતે નવરાત્રીમાં દાંડીયા રાસનું આયોજન કરનાર જુદા જુદા તમામ આયોજકો માટે દાંડીયા રાસ દરમ્યાન દાંડીયાના રસિકોને અચાનક હ્રદયરોગના હુમલા સમયે દર્દીને તાત્કાલિક આપવાના થતાં CPR (CARDIO PULMONARY RESUSCITATION) અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ તથા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. આર. એસ. ત્રિવેદી તથા ડૉ.વંદના પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં પ્રાંત અધિકારી સંદિપ વર્મા, મામલતદાર રૂદ્ર ગઢવી તથા આશરે ૫૦ થી ૫૫ જેટલા આયોજકો તથા તેમના સભ્યોએ હાજર રહી તાલીમ તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું.