કપાસના ખેતરમાં છુપાયો હતો મહાકાય મગર, અને...

*ધોરાજીના પાટણવાવ ગામે કપાસના ખેતરમાં મગર દેખાતા વનવિભાગે કર્યું રેસ્ક્યુ,દોઢ કલાકની જહેમત બાદ જૂનાગઢ જંગલમાં સલામત સ્થળે મુક્ત કરાયો*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*


*રાજકોટ : ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે કપાસનાં ખેતરમાં મગર દેખાયો હોવાની માહિતી મળતા પાટણવાવના સરપંચશ્રી પ્રવિણભાઈ પેથાણીએ વન વિભાગને જાણ કરતાં તુરત જ ટીમ દોડી ગઈ હતી. વન વિભાગના અધિકારીઓની દોઢ કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કરાયો હતો.

પાટણવાવના ખેડૂત ભગાભાઈ રામજીભાઈ સાવલિયાના કપાસના ખેતરમાં આ મહાકાય મગરમચ્છ જોવા મળ્યો હતો. ફોરેસ્ટ ઓફિસર નિહારીકાબેન પંડ્યા, ફોરેસ્ટરશ્રી હિરેનભાઈ વાડોદરિયા અને શ્રી મેહુલભાઈ મકવાણાએ દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરી જુનાગઢના જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*