રાજકોટને સુઘડ બનાવવા મ્યુ. કમિશ્નર મેદાને, અધિકારીઓ આદેશ માનશે ?


“સ્વચ્છતા હી સેવા” અભિયાન:

શહેરના એન્ટ્રી પોઈન્ટ (ગ્રીનલેન્ડ ચોકડીથી IOC પ્લાન્ટ સુધી)ની મુલાકાત કરતા મ્યુનિસિપલ કમિશનર

શહેરના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ તેમજ આસપાસના વિસ્તારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારી ઓને જરૂરી સુચના આપતા મ્યુનિ. કમિશનર

 *

રાજકોટ :


“સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત તા. ૧૩-૧૦-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે રાજકોટ શહેરના એન્ટ્રી પોઈન્ટ (ગ્રીનલેન્ડ ચોકડીથી IOC પ્લાન્ટ સુધી) તથા તેની આજુબાજુના વિસ્તારમાં ચાલતી સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમ્યાન સંબંધિત અધિકારીશ્રીઓને સફાઈ બાબતે આવશ્યક પગલાં લેવા સુચના આપી હતી.

મ્યુનિ. કમિશનર આનંદ પટેલે એમ જણાવ્યું હતું કે, બહારથી રાજકોટ આવતા તેમજ શહેરમાંથી બહાર જતા લોકો માટે શહેરના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ શહેરની સ્વચ્છતા અને સુંદરતાની ઝલક પ્રદર્શિત કરતા હોય છે આવા સંજોગોમાં શહેરના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ ખાતેનો એરિયા તથા રસ્તાઓ સ્વચ્છ અને સુઘડ બની રહે તે જરૂરી છે.

મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, શહેરના આંતરિક વિસ્તારો અને રસ્તાઓની સફાઈની સાથોસાથ જ શહેરમાં પ્રવેશ માટેના એન્ટ્રી પોઈન્ટ પહેલાના રસ્તા / એરિયા તેમજ એન્ટ્રી પોઈન્ટ પછીના શહેરના આંતરિક રસ્તા / એરિયામાં પણ સઘન સફાઈ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સફાઈ કામગીરીની સાથોસાથ જરૂરી એવા નાના-મોટા સિવિલ વર્કસ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.   

આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે અને ડી.ઈ.ઈ. બી. એમ. બોલાણી હાજર રહ્યા હતા.