રઝળતાં પશુ પકડવા 24 કલાક કામગીરી

રાજકોટ :

રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક કાર્યરત: બે દિવસમાં ૧૨૯ પશુઓ પકડવા આવ્યા

એ.એન.સી.ડી. શાખા દ્વારા તા.૧૭/૧૦/૨૦૨૩ થી તા.૦૧/૧૧/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૫૨૨ પશુઓ પકડવામાં આવ્યા

*

રાજકોટ શહેરમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી વધુ અસરકારક રીતે થઈ શકે તેવા હેતુસર વિવિધ સરકારી કચેરીઓ સાથે સંકલન સાધવા તા.૩૦/૧૦/૨૦૨૩નાં રોજ માનનીય મેયરશ્રીનાં અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજવામાં આવેલ જેનાં અનુસંધાને પોલિસ કમિશનરશ્રી દ્વારા ૧૫ ટીમોનો કુલ ૮૮ પોલિસ સ્ટાફ ફાળવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે સવારે ૬ ટીમ, બપોર પછી ૬ ટીમ તથા રાત્રે ૩ ટીમ એમ કુલ ૧૫ ટીમો દ્વારા શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક ચાલુ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા તા.૩૧/૧૦/૨૦૨૩ના રોજ ૬૬ પશુઓ તથા તા.૦૧/૧૧/૨૦૨૩ના રોજ ૬૩ પશુઓ શહેરના વિવિધ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા.

રાજકોટ શહેરના પોપટપરા મેઈન રોડ, માધાપર ચોકડી પાસે, રેલનગર મેઈન રોડ, બજરંગવાડી મેઈન રોડ, પરસાણાનગર, ભોમેશ્વર, હંસરાજનગર, કીટીપરા, ૫૩ ક્વાર્ટર, રઘુનંદન સોસાયટી, આઈ.ઓ.સી. ડેપો, રેલવે પ્લોટિંગની બાજુમાં, કડીવાર હોસ્પિટલ પાસે તથા આજુબાજુમાંથી કુલ ૨૧ પશુઓ, હિંમતનગર, રંભામાંની વાડી, શાસ્ત્રીનગર, રૈયાધાર વિસ્તાર, શાંતિનગર ગેઈટ, બંસીધર પાર્ક, ન્યુ બાલમુકુન્દ સોસાયટી, સોમનાથ સોસાયટી, ગોપાલ ચોક તથા આજુબાજુમાંથી કુલ ૨૩ પશુઓ, આનંદ બંગલા ચોક, ખોડીયારનગર મેઈન રોડ, પુનિત ટાંકા પાસે, મુરલીધર ચોક, સ્વામિનારાયણ શેરી નં.- ૫, ગોકુલધામ શેરી નં.- ૫ તથા આજુબાજુમાંથી કુલ ૯ પશુઓ, બેડીપરા, રાજારામ સોસાયટી, શક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી કુલ ૧૮ પશુઓ, મીલપરા, ગાયત્રીનગર, નાળોદાનગર, રામનાથપરા મેઈન રોડ, કરણપરા કોટક શેરી તથા આજુબાજુમાંથી કુલ ૧૬ પશુઓ, એસ.આર.પી. કેમ્પ., અક્ષર પાર્ક (પ્લોટ), કટારીયા ચોકડીથી મુંજકા ગામ બાજુનો રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ તથા આજુબાજુમાંથી કુલ ૮ પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૧૨૯ પશુઓ પકડવામાં આવેલ છે. 

વધુમાં તા.૧૭/૧૦/૨૦૨૩ થી ૧/૧૧/૨૦૨૩ સુધીમાં કુલ ૫૨૨ પશુઓ પકડવામાં આવેલ છે.