હેપ્પી ન્યૂઝ યર !


www.therajkotnews.com

રાજકોટ :

રાજકોટ : વર્ષ 2020માં કોરોનાના કપરાં કાળમાં  સ્વતંત્ર પત્રકારત્વમાં (સત્ય લખવા કોઈ ની મંજૂરી લેવી ન પડે) "કંઈક અલગ" કરવાના નિર્ધાર સાથે શરૂ કરેલી મક્કમ કૂચને આજે જોતજોતામાં 3 વર્ષ પૂર્ણ થયા છે. "ધ રાજકોટ ન્યુઝ" હવે રાજકોટવાસીઓ, દેશ વિદેશમાં ફેલાયેલા ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. રોજ-બરોજના સમાચારના અખૂટ પ્રવાહમાં જે કંઈ અન્ય માધ્યમો છોડી દે છે અથવા છૂટી જાય છે અથવા કઢાવી નખાય છે તેવા સમાચારોને "ધ રાજકોટ ન્યુઝ" એ વેબ પોર્ટલ, સોશિયલ મીડિયાના માધ્યમથી વાચા આપી છે. આજે એ વાતની ખુશી છે કે બહુ ટૂંકાગાળામાં 51000 થી વધુ લોકો સુધી "ધ રાજકોટ ન્યુઝ" ના સંપૂર્ણ સત્ય અને ખરાઈ કરેલા સમાચારો પહોંચે છે. 8 દેશમાં ન્યૂઝ વંચાય છે.

રાજકોટવાસીઓ પાસે સમાચાર મેળવવાના અગણિત માધ્યમો હાથવગા છે પરંતુ "ધ રાજકોટ ન્યૂઝ" ની ટીમ જે સમાચાર રજૂ કરે છે તેમાં ગાડળિયો પ્રવાહ જોવા મળતો નથી. ખરાઈ કર્યા વગરના ઉતાવળિયા ન્યૂઝ અમે તમારા પર ઠાલવતા નથી. નકારત્મકતાને અહીં સ્થાન નથી. પત્રકારત્વની 2 દાયકાની અવિરત સફરમાં કંઈક ખૂટતું હોવાની લાગણી ઉદ્ભવી હતી. રોજબરોજ અનેક મહત્વના છતાં નાના કે ઓછા મહત્વના સમાચારો વાચકો સુધી પહોંચતા ન હોવાનું લાગતું હતું. મુખ્ય પ્રવાહના  મીડિયામાં ઘણા સમાચારોને કોઈને કોઈ કારણોસર સ્થાન મળતું નથી અથવા સ્પેસની ઉણપને કારણે આપી શકાતું નથી. જેને ધ રાજકોટ ન્યૂઝ અચૂક સ્થાન આપી રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં રાજકોટ અને રાજકોટવાસીઓને સ્પર્શતી બાબતો, સામાન્ય, કનડતા પ્રસ્નો, સમસ્યાઓ, હકારાત્મક બનાવો, સરકારી યોજનાઓ ની વિગતવાર માહિતી, સારા કાર્યોને બિરદાવતા લેખ, ખાસ લેખ, મનોરંજનના exclusive ન્યૂઝ, સ્થાનિક વેપાર ઉદ્યોગ તથા અન્ય વિષયો આવરી લઈને અન્યોએ છોડી દીધેલા કે ચૂકી જવાયેલા સમાચારોને

"ધ રાજકોટ ન્યૂઝ" એ લોકો સુધી પહોંચાડવા પ્રમાણિક પ્રયાસ કર્યો છે.

વાચકો તરફથી પ્રતિભાવ, સૂચનો પણ મળી રહ્યા છે. કોઈ ઘટના કે બનાવ બને કે નીતિલક્ષી નિર્ણય જાહેર થાય એટલે "ધ રાજકોટ ન્યુઝ" વાચકોને વહેલી તકે સત્ય હકીકતથી વાકેફ કરે છે.

સમય સાથે તાલ મિલાવી "ધ રાજકોટ ન્યુઝ" દિવસેને દિવસે જરૂરી સુધારા-વધારા કરી રહ્યું છે. તસવીરો અને વીડિઓ સાથે સમાચાર પ્રસ્તુત થાય તેવા પ્રયાસ છે. 3 વર્ષમાં વાંચકોએ જે પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે તે આગામી સમયમાં વધુ મહેનત કરવા પ્રેરક પરિબળ બની રહ્યું છે. આ અવસરે ખાતરી આપીએ છીએ કે "ધ રાજકોટ ન્યુઝ" જે પણ સમાચાર રજુ કરશે તેના પર તમે ભરોશો કરી શકશો. મક્કમ નિર્ધાર સાથે એક સફર શરૂ કરી છે, જેમાં હવે રફ્તાર પકડી છે. આ સફરમાં અગાઉની જેમ જ આપસૌનો સાથ સહકાર મળતો રહેશે તેવા વિશ્વાસ સાથે હેપી ન્યુઝ યર અહેડ... !


• The Rajkot News