રાજકોટનું ક્રિકેટ મેદાન, વિશ્વ કપ ફાઇનલ LIVE


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૯/૧૧ના રોજ આઈ.સી.સી. વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે કરવામાં આવનાર હોઈ જેના અનુસંધાને આજ તા.૧૮/૧૧/૨૦૨૩ના રોજ સ્થળ મુલાકાત લેતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ  

*

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૯/૧૧/૨૦૨૩ના રોજ આઈ.સી.સી. વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે યોજવામાં આવનાર છે જેના અનુસંધાને આજ તા.૧૮/૧૧/૨૦૨૩ના રોજમનપા પદાધિકારીઓએ  સ્થળ મુલાકાત કરી હતી.    

આઈ.સી.સી. વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ શહેરીજનો વ્યવસ્થિત માણી શકે તે માટે બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, લાઈટ્સ, સાઉન્ડ, એલ.ઈ.ડી., સુરક્ષા વગેરે તમામ બાબતોની મેયરશ્રી સહિતના પદાધિકારીઓએ રૂબરૂ સમીક્ષા કરી અધિકારીઓ અને એજન્સીઓને જરૂરી વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવેલ.