નયનને બંધ રાખીને..., શાંત ઝરૂખે વાટ નીરખતી...રાજકોટમાં મનહર ઉધાસ સંગીત સંધ્યા

રાજકોટ :

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાને ૫૦ મી વર્ષગાંઠ પૂર્ણ થતા “ગોલ્ડન જ્યુબિલી વર્ષ”ની ઉજવણી ના ભાગ રૂપે તા.૨૪/૧૧/૨૦૨૩ના રોજ કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે ગઝલ સમ્રાટ મનહર ઉધાસ પ્રસ્‍તુત “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાશે.

શહેરના વિવિધ ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્‍ઠિત ‘મેયર એવોર્ડ’ થી નવાજવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતા ‘ગોલ્‍ડન જ્યુબેલી વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે તા.૨૪/૧૧/૨૦૨૩ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે કવિ રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે ગઝલ સમ્રાટ મનહર ઉધાસ પ્રસ્‍તુત “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાશે.

 આ કાર્યક્રમમાં ગુજરાત ફોર્જીંગ પ્રા.લિ. ના ચેરમેન અરવિંદભાઇ પટેલના વરદ હસ્‍તે દિપપ્રાગટ્ય થશે.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના વિકાસમાં, સામાજીક સેવા, ઉદ્યોગ, કલા, સાહિત્‍ય, પર્યાવરણ, જીવદયા, વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા મહાનુભાવોને ‘મેયર એવોર્ડ’ એનાયત કરી સન્‍માનિત કરવામાં આવનાર છે, જેમાં અગ્રણી સમાજસેવક હિમાંશુભાઇ માંકડ, અગ્રણી ઉદ્યોગપતિ મૌલેષભાઇ ઉકાણી, અગ્રણી જીવદયાપ્રેમી સુમનભાઇ કામદાર, અગ્રણી પર્યાવરણપ્રેમી વી.ડી. બાલા, અગ્રણી નાટ્યકાર કૌશિકભાઇ સિંધવ, અગ્રણી સાહિત્યકાર દિલિપભાઇ જોશી, અગ્રણી સમાજ સેવિકા ઉષાબેન જાની, અગ્રણી ગાંધીવાદી બળવંતભાઇ દેસાઇનો સમાવેશ થાય છે.

અહી એ નોંધવું રહ્યું કે, આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગઝલગાયક મનહર ઉદાસના મધુર કંઠે ગાયન પ્રસ્‍તુત થશે, જેમાં કેટલાંક ગાયનો જેવા કે, નયનને બંધ રાખીને..., શાંત ઝરૂખે વાટ નીરખતી..., હું ક્યાં કહું છું આપને..., જ્યારે પ્રણયની જગમાં શરૂઆત..., તારી આંખનો અફીણી..., થાય સરખામણી તો..., છે ઘણાં એવા છે..., જીવન સ્‍વપ્ન છે..., સહિતના લોકજીભે રહેલા ગાયનોનો સમાવેશ થાય છે. મનહર ઉધાસે ગઝલ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ સંખ્યાબંધ ગીતો ગાઈને ગીતસંગીત ક્ષેત્રે એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરેલી છે. તેમના મધુર કંઠે ગવાયેલ ગીતો અને ગઝલો આજે પણ લોક હૈયામાં સ્થાન ધરાવે છે.

હિન્દી ફિલ્મોમાં તેમણે ગાયેલા લોકપ્રિય ગીતો પર એક દ્રષ્ટિપાત કરીએ તો ... પ્યાર કરને વાલે કભી ડરતે નહીં...,  લુટે કોઇ મનકા નગર બનકે...., તુ મેરા જાનુ હૈ..., તેરા નામ લીયા..., તુ કલ ચલા જાયેગા તો..., હમ તુમ્‍હે ચાહતે હૈ..., ઇલુ ઇલુ..., હમ તેરે બીન કહીં રહે નહીં પાતે...., જેવા અનેક સદાબહાર ગીતોનો સમાવેશ થાય છે.