હાય...હાય... રાજકોટમાં સ્પે. એલચી રસનો નમૂનો FAIL !


રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ સ્પે. એલચી રસ (250 ગ્રામ પેક્ડ)નો નમૂનો રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. 

ફૂડ વિભાગ દ્વારા “ભારત બેકરી પ્રા. લી.”, ભીલવાસ ચોક, ઠક્કર બાપા છાત્રાલય રોડ, ઇગલ પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ મુકામેથી હિતેશભાઈ દયાળજીભાઈ બુધ્ધદેવ પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "સ્પે. એલચી રસ (250 ગ્રામ પેક્ડ)" નો નમૂનો સેકરીન તથા સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલો FCF ની હાજરી કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. 


ફૂડ વિભાગની ટીમ  તથા FSW વાન સાથે શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત :-

  ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે પેડક રોડ વિસ્તારમાં આવેલ (0૧)અક્ષર ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૨)શક્તિ કોઠી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૩)જય સોમનાથ પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૪)ચિલ્ડ હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)કનૈયા દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)વિસોતમા સોડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)સાહેબ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)જે ભગવાન ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

તથા (૦૯)મધુર બેકરી (૧૦)મહાદેવ દાળપકવાન (૧૧)યુવરાજ દાળપકવાન (૧૨)જય ગણેશ મદ્રાસ કાફે (૧3)પ્રિન્સ બદામ શેક (૧૪)જય મુરલીધર ઘૂઘરા (૧૫)પટેલ ખમણ (૧૬)અવધ ડેરી ફાર્મ (૧૭)રાજ બેકરી (૧૮)ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (૧૯)સ્વાદિષ્ટ દાળપકવાન (૨૦)પટેલ વિજય ડેરી ફાર્મ (૨૧)જલારામ સ્વીટસની ચકાસણી કરવામાં આવેલ. 

  

નમુનાની કામગીરી :-                                           

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૦4 નમૂના લેવામાં આવેલ :-

1. ચાની ભૂકી (લુઝ): સ્થળ- શ્રી ચામુંડા ટી સ્ટોલ,  શોપ નં -3, સરદાર સ્કૂલ પાસે, સંત કબીર રોડ, રાજકોટ.

2. ચા (પ્રિપેર્ડ લુઝ): સ્થળ- શ્રી ચામુંડા ટી સ્ટોલ,  શોપ નં -3, સરદાર સ્કૂલ પાસે, સંત કબીર રોડ, રાજકોટ.

3. ચાની ભૂકી (લુઝ): સ્થળ- શક્તિ ટી સ્ટોલ, કબીર કોમ્પ્લેક્ષ, શોપ નં.9-10, સંત કબીર રોડ, રાજકોટ.

4. બ્લેક ફોરેસ્ટ કેક (લુઝ): સ્થળ-  બેકર્સ પોઈન્ટ, સદર બજાર મેઇન રોડ, રાજકોટ.