રાજકોટ સિવિલમાં અધ્યતન સીટી સ્કેન મશીન આવ્યું

*પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સિવિલ હોસ્પિટલ ખાતે “સીટી સ્કેન સેન્ટર” ખુલ્લું મુકાશે*  

*ફૂલ બોડી સ્કેન, હેડ સ્કેન, એન્જીઓગ્રાફી, અદ્યતન ઈમેજીંગ સેવાઓ ઉપલબ્ધ*

 ૦૦૦૦૦૦


રાજકોટ : રાજકોટ સિવિલ ખાતે પી.એમ.એસ.એસ.વાય(પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના) અન્વયે અનેકવિધ મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં કેથલેબ, એમ.આર.આઇ. ઉપરાંત “સીટી સ્કેન સેન્ટર”ની વધુ એક સુવિધા પ્રધાનમંત્રીના હસ્તે તા.૨૫ ફેબ્રુઆરીના રોજ ખુલ્લી મુકાવા જઈ રહી છે. 

સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.આર. એસ. ત્રિવેદીના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં જી.ઈ.વિપ્રો ૧૨૮ સ્લાઈસ સીટી સ્કેનર મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેની કિંમત આશરે છ કરોડ છે. આ મશીન થકી ફૂલ બોડી સ્કેન, હેડ સ્કેન, એન્જીઓગ્રાફી, અદ્યતન ઈમેજીંગ(કાર્ડિયાક, પરફયુઝન, ઈન્ટરવેન્શન પ્રક્રિયા, કાર્ડિયાક કેલ્શિયમ) વગેરેનું હાઈ-સ્પીડ રેપીડ સ્કેનીંગ કરી શકાશે, તેમજ હાઈ રેઝોલ્યુશન ઈમેજ જનરેટ કરી શકાશે, આ સવલતોથી વધુ સારૂં નિદાન ગણતરીના સમયમાં કરી શકાશે.  

આ સુવિધા ઉપલબ્ધ થવાથી હવે સીટી સ્કેન માટે દર્દીઓને અન્ય ખાનગી લેબોરેટરીમાં જવું નહિ પડે, દર્દીઓને એક જ છત્રછાયા નીચે નિદાન તેમજ સારવાર મળી રહેશે. 

*00000000000000000000*