રાજકોટમાં 3 દિવસ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

*રાજકોટ શહેરના તમામ વિસ્તારો "નો ડ્રોન ફ્લાય ઝોન" જાહેર*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પધારી રહ્યા છે. ત્યારે  રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે મહાનુભવો અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઇને તા. ૨૩થી ૨૫ ફેબ્રુઆરી સુધી શહેરના તમામ વિસ્તારોને "નો ડ્રોન ફ્લાય ઝોન" જાહેર કર્યા છે. આ સમય દરમિયાન રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, હેંગગ્લાઇડર / પેરાગ્લાઇડર, પેરામોટર, હોટ એર બલૂન, પેરા જમ્પીંગ ચલાવવાની મનાઇ જાહેર કરાઈ છે.

આ હુકમો પોલીસ વિભાગ અને સુરક્ષાબળો તેમજ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનને લાગુ પડશે નહીં. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*