રાજકોટમાં મિલેટ્સ એક્સ્પો ૨૦૨૪


નાના મવાકોર્પોરેશન ગ્રાઉન્ડમાં સાંજે ૪ થી ૧૦ સુધી મિલેટ્સની વાનગીઓનું પ્રદર્શનમાર્ગદર્શક સેમિનાર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ : રાજ્યના નાગરિકો આહારમાં મિલેટ્સ (શ્રી અન્ન) એટલે કે પોષક ધાન્યનું મહત્વ સમજતા થાય તે હેતુથી રાજકોટમાં તા. ૧ થી ૩ માર્ચ દરમિયાન મિલેટ્સ એક્સ્પો ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે.

        ગુજરાત સરકારના કૃષિખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ-રાજકોટ આયોજિત આ એક્સ્પો ૧૫૦ ફૂટ રિંગ રોડ પરનાના મવા સર્કલ પાસે આવેલા કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમાં સાંજે ૪ થી ૧૦ દરમિયાન મિલેટ્સની વિવિધ લાઈવ વાનગીઓના ફૂડકોર્ટપ્રદર્શન સ્ટોલ નિહાળી શકાશે.  લોકોને આહારમાં મિલેટ્સના મહત્વના અંગે જાણકારી મળી રહે તે માટે નિષ્ણાતોના માર્ગદર્શક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોક સાહિત્ય તેમજ વિવિધ ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

        નોંધનીય છે કેસંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતર રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મિલેટ એટલે હલકું ધાન્ય (શ્રી અન્ન) જેમાં બાજરોજુવારરાગીકોદરી વગેરેનો સમાવેશ થાય છે. હાલના જંક-ફાસ્ટફૂડના ટેસ્ટમાં ફસાયેલો માનવ સમુદાય તંદુરસ્તી ખોઈ બેઠો છે. પરિણામે ડાયાબિટિશબ્લડ પ્રેશરકોલેસ્ટ્રોલ તેમજ કેન્સર જેવી અસાધ્ય ગંભીર બીમારીઓના ભોગ બન્યા છે. આથી સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ્સ ઉત્તમ ધાન્ય છે. આ મિલેટ્સનો આહારમાં વધુ ઉપયોગ થાય અને માનવ સમુદાય તંદુરસ્ત રહે તેવા શુભ આશય સાથે રાજકોટમાં મિલેટ્સ એક્સ્પો-૨૦૨૪ યોજવામાં આવી રહ્યો છે. આ એક્સ્પોનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને નિમંત્રણ પાઠવાયું છે.