ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં રૂ.100નો ઘટાડો, પેટ્રોલમાં ક્યારે ?


નવી દિલ્હી :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા દિવસ પર સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ.100નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે, ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં, કહ્યું;

“મહિલા દિવસના અવસર પર આજે અમે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 100 રુપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. જેનાથી નારી શક્તિનું જીવન આસાન થવાની સાથે જ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ હળવો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદગાર બનશે, જેનાથી સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય પણ યોગ્ય રહેશે.”