રાજકોટ : જાહેરમાં કોન્ક્રીટ કચરો નાખ્યો, રૂ.5000/-નો દંડ


જાહેરમાં કોન્ક્રીટ વેસ્ટ નાખતા ઈસમ પાસેથી રૂ.૫,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ

*

       તા.૧૩-૦૩-૨૦૨૪ના રોજ ICCC મારફતે રાજકોટ શહેરમાં રૈયાધાર સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે પ્રાઇવેટ વ્હીકલ દ્વારા કોન્ક્રીટ વેસ્ટ નાખતા જણાયેલ, તે અંતર્ગત વોર્ડના સેનીટરી ઇન્સ્પેકટર દ્વારા પૂરી તપાસ કરતા તે પ્રાઇવેટ વ્હીકલ મુંજકા ખાતે બાલાજી કોન્ક્રીટનું વ્હીકલ હોવાનું જાણવા મળેલ જેથી તે વ્હીકલના માલિક પાસેથી ૫૦૦૦/- રૂપિયા વહીવટી ચાર્જ તરીકે વસુલ કરવામાં આવેલ. રાજકોટ શહેરના શહેરીજનોને જાહેરમાં કચરો ન ફેકવા તેમજ ગંદકી ન કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવેલ છે.