રેલવેમાં સુરક્ષા સુનિશ્ચિત કરનાર રાજકોટના 6 કર્મીનું સન્માન


રેલવે સેફટી માં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 6 કર્મચારીઓને ડીઆરએમએ કર્યા સન્માનિત 

***

રાજકોટ ડિવિઝનના છ કર્મચારીઓને તાજેતરમાં રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર  અશ્વનીકુમાર દ્વારા રેલવે સેફટી માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર-2023 અને જાન્યુઆરી-2024 મહિનામાં રેલવે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ટ્રાફિક અને એંજીન્યરિંગ વિભાગ ના કર્મચારીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છેઃ  અભિષેક કુમાર (ગેટ મેન, ગેટ નંબર 71),  છોટા લાલ કે (પોઈન્ટ્સ મેન, બાલા રોડ),  અવિનાશ કુમાર (ગેટ મેન, ગેટ નં. 1),  શૈલેન્દ્ર કુમાર (ટ્રેન મેનેજર, હાપા),  સંજય એસ (પોઈન્ટ્સ મેન, વવાણીયા) અને  લલિત કિશોર (પોઈન્ટ્સ મેન, લીલાપુર).

    ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ તકેદારી સાથે કામ કરીને, સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં ટ્રેનોમાં સ્પાર્કિંગ નોટિસ કરવું, લટકતા ભાગો નોટિસ કરવા, રેલ ફ્રેક્ચર નોટિસ કરવું, વ્હીલ સ્કિડીંગ નોટિસ કારવું અને એડેપ્ટર ડિસલોકેશન નોટિસ કારવું વગેરે જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમની સતર્કતાને કારણે સંભવિત અકસ્માતો ટળી ગયા હતા.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર.મીના, સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર આર સી મીણા અને સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સંકલન) ઈન્દ્રજીત સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.