ઢોલરા વૃધાશ્રમ ખાતે વડીલો સંગ ગીત-સંગીતની મોજ

રાજકોટ : ગીત ગુંજન ગ્રૂપ દ્વારા  શનિવારે ઢોલરા વૃધાશ્રમ ખાતે સંગીત કાર્યક્રમ નું સફળ આયોજન થયું હતું. આશ્રમ ના બધા વડીલો હાજર રહ્યા હતા અને આનંદ લીધો હતો.


કાર્યક્રમ સફળ બનાવવા માં  ગ્રૂપ ના સભ્યો પ્રફુલભાઈ, મકવાણાભાઈ, શૈલેષભાઈ, કલ્પિતભાઇ, જીતેન્દ્રભાઈ તથા સુરણીભાઈ બધાયે સુંદર ગીતો ગાઈ વડીલો ને આનંદ કરાવ્યો હતો. આશ્રમ નું સાંજ નું ભોજન ગ્રૂપ દ્વારા હતુ તથા આશ્રમ ને Rs.5000/ દાન ગ્રુપ દ્વારા આપવામાં આવ્યુ. ગીત ગુંજન ગ્રૂપ પ્રથમ સેવા નો જાહેર કાર્યક્રમ સફળ રીતે ઉજવાયો હતો.