આ છે રાજકોટ : દબાણો હટે, સમસ્યા નહીં !

દબાણ હટાવ શાખા દ્વારા તા. ૨૮-૦૩-૨૦૨૪થી તા. ૦૮-૦૪-૨૦૨૪ દરમ્યાન કુલ ૩૯  રેંકડી / કેબીન અને ૧૦૯૦  બોર્ડ / બેનરો જપ્ત કરેલ તેમજ રૂ.૩,૧૩,૦૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરાયો, જપ્તી બાદ ફરી દબાણો કેમ થઈ જાય છે ?


 ***

રાજકોટ :

 મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.૨૮/૦૩/૨૦૨૪ થી ૦૮/૦૪/૨૦૨૪ દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે

ગુંદાવાડી,જ્યુબેલી માર્કેટ,બજરંગવાડી,જામનગર રોડ,અશોક ગાર્ડૅન,બુધવારી,ગાયત્રીનગર મેઈન રોડ,આહીર ચોક મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂપ ૩૯ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી,

જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,આનંદબંગલા ચોક,ખાદીભવન સામે,અર્ટીકા,રવિરત્ન પાર્ક,માધાપર ચોકડી,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકદ્ફ પરથી જુદીજુદી અન્ય ૨૪૭ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.

વેસ્ટ ઝોન,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી ૯૧૩ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ,નંદનવન,મવડી વિસ્તાર,મટકી ચોક,સ્વામીનારાયાણ ચોક પરથી  રૂ.૨,૦૧,૧૦૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૧,૧૧,૯૫૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.,

અંબીકા ટાઉનશીપ,કાલાવડ રોડ,યુનિ. રોડ ,સ્પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ પાસેથી ૧૦૯૦ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે         

 

વિગત

સંખ્યા/રકમ

રેકડી/કેબીન

૩૯

પરચુરણ માલ-સામાન

૨૪૭

શાકભાજી/ફળ (કિ.ગ્રા)

૯૧૩

મંડપ-કમાન ,છાજલી

રૂ.૨,૦૧,૧૦૦/-

વહિવટી ચાર્જ

રૂ.૧,૧૧,૯૫૦/-

બોર્ડ-બેનર

૧૦૯૦