રાજકોટમાં શરૂ થયા RRR કેન્દ્રો

રાજકોટ :

“સ્વચ્છ ભારત મિશન ૨.૦” તથા “ સ્વચ્છ સર્વેક્ષણ -૨૦૨૪” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણ નવા RRR (REUSE, REDUCE AND RECYCLE) સેન્ટર સહીત કુલ પાંચ સેન્ટર કાર્યરત

 *


“સ્વચ્છ ભારત મિશન ૨.૦” તથા “સ્વચ્છ સર્વેક્ષણ -૨૦૨૪” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણ નવા RRR (REUSE, REDUCE AND RECYCLE) સેન્ટર કાર્યરત કરવામાં આવેલ. જેમાં કે. એસ.ડીઝલ MRF સેન્ટર પાસે તથા રૈયાધાર MRF સેન્ટર પાસે બે RRR સેન્ટર કાર્યરત થયેલ હતા. હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા (૧) સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં ૨ ખાતે આવેલ દંતોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ, (૨) વેસ્ટ ઝોનમાં વોર્ડ નં ૯ ખાતે બાબુભાઈ વૈધ પુસ્તકાલય, ચંદન પાર્ક મેઈન રોડ અને (૩) ઈસ્ટ ઝોન વોર્ડ નં ૬ ખાતે ચાણક્ય પુસ્તકાલય, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે, RRR સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. આમ, હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ પાંચ RRR સેન્ટર કાર્યરત છે.

ઉપરોક્ત ત્રણે RRR સેન્ટર ખાતે રાજકોટ શહેરના શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે આપના જુના પુસ્તકો, રમકડા, કપડા, ચપલ/બુટ જમા કરવી શકશે. જે રાજકોટ મહાનગરપાલિકા જરૂરીયાતમંદ લોકોને ફાળવશે. આ અંગેનો જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ હતો RRR સેન્ટરનો મુખ્ય ઉદેશ કચરાના ઉત્પતીકરણમાં ઘટાડો કરીને REUSE કરવા અંગેનો છે.