રાજકોટમાં ₹ 43 કરોડનો વેરો ભરાયો ONLINE


તા.૦૮-૦૪-૨૦૨૪થી તા.૨૬-૦૪-૨૦૨૪ સુધીમાં કુલ ૧૦૯૯૪૯ કરદાતાઓએ કુલ રૂ.૬૮.૨૫ કરોડ વેરાની ભરપાઈ કરી: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.૬.૫૦ કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ

*

છેલ્લા પાંચ વર્ષમાં ઓનલાઇન વેરો ભરપાઈ કરવામાં નોંધપાત્ર વધારો

ઓફ લાઇન(કેશ તથા ચેક) ૩૩૮૯૩ કરદાતાઓએ રૂ.૨૩.૪૫ કરોડ અને ઓન લાઇનના ૭૬૦૫૬ કરદાતાઓએ રૂ.૪૩.૮૦ કરોડ વેરાની ભરપાઇ કરી

*

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૪-૨૫ મિલ્કતવેરો તથા પાણી વેરાની ભરપાઇ કરવા માટે તારીખ:-૦૮-૦૪-૨૦૨૪ના રોજ વેરો વસુલવાની કામગીરી શરૂ થયેલ છે. જેમા તારીખ:-૨૬-૦૪-૨૦૨૪ સુધીમાં કુલ ૧૦૯૯૪૯ કરદાતાઓ દ્વારા કુલ રૂ.૬૮.૨૫ કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) ૩૩૮૯૩ કરદાતાઓએ રૂ.૨૩.૪૫ કરોડ અને ઓન લાઇનના ૭૬૦૫૬ કરદાતાઓએ રૂ.૪૩.૮૦ કરોડની ભરપાઇ થયેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.૬.૫૦ કરોડનું  ડિસ્કાઉન્ટ આપેલ છે.

તા.૦૮-૦૪-૨૦૨૪થી તા.૨૬-૦૪-૨૦૨૪ સુધીમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા ૩૩૮૯૩ કરદાતાઓએ રૂ.૨૩.૪૫ કરોડનો વેરો ભરપાઈ કર્યો છે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સિવિક સેન્ટર, ત્રણેય ઝોન ઓફિસ અને તમામ વોર્ડ ઓફિસ ખાતે ચેક / કેશ મારફત ઓફલાઈન વેરો સ્વીકારવામાં આવે છે.

તા.૦૮-૦૪-૨૦૨૪થી તા.૨૬-૦૪-૨૦૨૪ સુધીમાં કુલ ૭૬૦૫૬ કરદાતાઓએ રૂ.૪૩.૮૦ કરોડનો ઓનલાઇન વેરો ભરપાઈ કર્યો છે. જેમાં ૬૭૩૬૦ કરદાતાઓએ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ / એપ્લીકેશન દ્વારા રૂ. ૪૦.૪૬ કરોડનો વેરો ભરપાઈ કર્યો અને ૮૬૯૬ કરદાતાઓએ અન્ય પ્લેટફોર્મ જેવા કે, Google Pay, Paytm, Amazon pay, Phonpe etc.. પ્લેટફોર્મ પરથી રૂ.૩.૪૩ કરોડનો વેરો ભરપાઈ કર્યો.

અહી એ ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં ઓનલાઇન વેરો ભરપાઈ કરનાર નાગરિકોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમ કે, વર્ષ ૨૦૧૯માં ૬૪૮૧૪ કરદાતાઓ, વર્ષ ૨૦૨૦માં ૧૩૫૬૪૫ કરદાતાઓ, વર્ષ ૨૦૨૧માં ૧૪૭૧૬૨ કરદાતાઓ, વર્ષ ૨૦૨૨માં ૨૦૧૭૧૪ કરદાતાઓ, વર્ષ ૨૦૨૩માં ૨૩૩૯૫૦ કરદાતાઓએ ઓનલાઇન વેરાની ભરપાઈ કરી હતી.