મતદાનના દિવસે દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને સિટી-BRTS બસમાં નિ:શુલ્ક મુસાફરી

રાજકોટ :

લોકસભા મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો અને વરીષ્ઠ મતદારોને સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં મતદાન મથકથી રૂટ પરના નજીકના બસ સ્ટોપ સુધી નિ:શુલ્ક મુસાફરી રહેશે

*

તા. ૦૭/૦૫/૨૦૨૪ને મંગળવારના રોજ લોકસભા મતદાનના દિવસે શહેરી વિસ્તારમાં લાયકાત ધરાવતા દિવ્યાંગ મતદારો અને વરીષ્ઠ મતદારોને મતદાન કરવા હેતુ પૂરતું મતદાન મથકથી રૂટ પરના નજીકના બસ સ્ટોપ સુધી નિ:શુલ્ક મુસાફરી પૂરી પાડવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની આ ફ્રી (નિ:શુલ્ક) પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ સિટી બસ તથા બી.આર.ટી.એસ. બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. બંને બસ સેવાનો હાલ પ્રતિદિન સરેરાશ આશરે ૫૮,૦૦૦ થી ૬૦,૦૦૦ જેટલા નાગરિકો દ્વારા લાભ લેવામાં આવી રહેલ છે.